કવિઓ જૈન મહાજન ભુજ મહાજનનું મામેરૂં અંતર્ગત ર૬૦મી દીકરીના લગ્ન કરાવાયા

0
27

કન્યાને રૂા.૧૧ હજારની બોન્ડ તથા દાતાઓ દ્વારા ભેટસોગાદો અપાઈ

ભુજ : શરદ પૂનમના પાવન દિવસે .વી.. જૈન મહાજન ભુજ સંચાલીત મહાજનનું મામેરૂ અંતગર્ત ર૬૦મી  દિકરીના  લગ્ન પ્રસંગે સંસ્થા દ્વારા કન્યાને રૂ.૧૧ હજારના બોન્ડ તથા વિવિધ  દાતાઓ  દ્વારા ભેટ અપર્ણ કરવામાં આવી હતી.

અનશનવ્રતઘારી,જૈન સમાજરત્ન તારાચંદભાઈ છેડાની પ્રેરણા અને તેમના માર્ગદર્શન હેઠળ સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાની આગેવાનીમાં .વી.. જૈન મહાજન ભુજ સંચાલીત મહાજનનું મામેરૂ યોજના અંતર્ગત શરદ પૂનમના શુભ દિવસે ર૬૦મા લગ્ન ભુજ તાલુકાના કેરા  નિવાસી જીતેન્દ્રભાઈ ઠકકરના પુત્રી નિશા સંગે ભુજ તાલુકાના માનકુવા નિવાસી હરેશભાઈ અનમના  પુત્ર જય સંગાથે સાજન મહાજનની ઉપસ્થિતીમાં  ધામધુમથી યોજાયા હતા.

પ્રસંગે  સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧ર વર્ષથી અમારા વડીલ મુરબ્બી અનશનવ્રતધારી તારાચંદભાઈ છેડા દ્વારા પ્રેરીત અને સંસ્થા દ્વારા સંચાલીત મહાજનનું મામેરૂ યોજના ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે પોતાની વ્હાલસોયી દિકરીના લગ્ન કરાવવા માટે આશીર્વાદરૂપ બની છે. છેલ્લા ૧ર વર્ષથી  મહાજનનું મામેરૂ યોજના શરૂ કરી છે ત્યારથી આજ સુધી ર૬૦મી દિકરીનુ મામેરૂ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે તેનો વિશેષ આનંદ છે. વધુમાં  જીગરભાઈ છેડાએ જણાવ્યું હતું કે, આજના મોંધવારીના જમાનામાં અનેક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પોતાની વ્હાલસોયી દિકરીના લગ્નમાટે ઉંચા વ્યાજે રકમ લે છે અને દિકરીના લગ્ન પુરા થયા પછી માવિત્રો આખી ઝીંદગી વ્યાજ ભરવામાં પુરી થઈ જાય છે. ત્યારે અમારી સંસ્થા દ્વારા સંચાલીત મહાજન નું મામેરૂ યોજનાનો લાભ લઈ અને દિકરીના લગ્નની મુંઝવણમાંથી મુકત થવા જણાવ્યુ હતુ.

લગ્ન પ્રસંગના દાતાઓ દ્વારા કન્યાને વિવિધ ભેટ અપર્ણ કરવામાં આવી હતી. માતૃશ્રી લક્ષ્મીબેન જગશી ચાંપશી છેડા હસ્તે હંસાબેન તારાચંદભાઈ છેડા પરિવાર અને સમપર્ણવાળા  ભાઈચંદભાઈ સ્વરૂપચંદભાઈ વોરા પરિવાર, જયોતિબેન ગીરીશભાઈ છેડા પરિવાર, શ્રી સોલ્યુશન હસ્તે નેહાબેન ટોપરાણી અને કેતનભાઈ ચોથાણી પરિવાર, જયશ્રીબેન સુભાષભાઈ આઈયા પરિવાર, લક્ષ્મીબેન જમનાદાસ ઠકકર (હસ્તે કમલેશ જવેલર્સ) પરિવાર, તુલસીભાઈ જાેષી (ઓધવરામ ડેવલોપર્સભુજ) પરિવાર, કસ્તુરબેન  વિશ્રામભાઈ  નારાયણજી  ચંદે (પ્રકાશ એજન્સી– ભુજ ) પરિવાર, માતૃશ્રી નિલમબેન ગાંધી પરિવાર ભુજ, દેવેન્દ્રભાઈ શાહ પરિવાર રાજકોટ, ઓધવજીભાઈ ચાંપશી પલણ (એચ.પી.ગેસનખત્રાણા) પરિવાર, મનિષભાઈ મુળજીભાઈ ભાટીયા પરિવાર(નખત્રાણા), અનિલભાઈ માવજીભાઈ જાેબનપુત્રા પરિવાર (નખત્રાણા), મહેશભાઈ કે.સોની (મહામંત્રી નખત્રાણા તાલુકા ભાજપ) (વાઘેશ્વરી જર્વેલ્સ,મેઈન બજાર નખત્રાણા), દેવીસર હાલે નખત્રાણા નિવાસી   ગંગારામભાઈ મનજી (શ્રી વાઘેશ્વરી જ્વેલર્સ) રહ્યા હતા.

પ્રસંગે મહાજનના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડા, ઉપપ્રમુખ મુકેશભાઈ છેડા, ખજાનચી હરેશભાઈ ગોગરી, સહમંત્રી  હીરેનભાઈ પાસડ,  ટ્રસ્ટી વિનોદભાઈ ગાલા વગેરેએ ઉપસ્થિત રહી નવદંપતિને આર્શીવાદ અને ભેટ સોગાદ અપર્ણ કરી હતી. શુભ પ્રસંગે સંસ્થાના જનરલ મેનેજર અંકિત ગાલાએ સમગ્ર વ્યવસ્થા સંભાળ હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધી સંસ્થાના સહમંત્રી હિરેનભાઈ પાસડે કરી હતી. વિધી વિધાન તુષારભાઈ જાેષીએ કરાવ્યા હતા.ભોજનની વ્યવસ્થા ભરતસિંહ સોનેગરાએ સંભાળી હતી.