૨૨ ઓકટોબર આયુર્વેદ દિવસ : શિસ્તબદ્ધ જીવનશૈલીનો આધાર એટલે આયુર્વેદ

0
32

ભુજ : સ્વસ્થ, સંયમિત અને શિસ્તબદ્ધ જીવનશૈલીનો આધાર એટલે આયુર્વેદ. જે ભારત સરકાર ધનતેરસને આયુર્વેદના દિવસના રૂપમાં મનાવે છે. આયુર્વેદને પ્રોત્સાહન આપવા આયુષ મંત્રાલયે આ વર્ષે ‘પ્રત્યેક દિવસે પ્રત્યેક ઘરે આયુર્વેદ’ એવી થીમ આપી ઉજવણી શરૂ કરી છે.
અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં રાજ્ય સરકારના ઉપક્રમે કાર્યરત આયુર્વેદ શાખાના ડો. પિયુષ ત્રિવેદીએ આ ચિકિત્સાનું મહત્વ સમજાવતા કહ્યું કે, આયુર્વેદની સ્વીકૃતિ વધી રહી છે. જી.કે.માંપણ અન્ય ચિકિત્સા સાથે આ પ્રણાલી તરફ આસ્થા વધી છે. આ પદ્ધતિમાં આહાર સાથે વિહાર, યોગાસન, પ્રાણાયામ સામેલ કરી આયુર્વેદનું મહત્વ વધાર્યું છે.
આયુર્વેદમાં જડીબુટ્ટી તથા જુદા-જુદા પ્રકારના રસાયણો છે જે શરીરની પ્રતિરક્ષા પ્રણાલીમાં વધારો કરી સ્થાયી ભૂમિકા ભજવે છે. રસાયણ અને જડીબુટ્ટી પરસ્પર સંયોજન છે, જે સુરક્ષા કવચ આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાન ધન્વંતરીને આયુર્વેદના જનક માનવામાં આવે છે.