૨૧ ઓક્ટો વિશ્વ આયોડિન અલ્પત્તા નિવારણ દિન – આયોડિન શરીર અને મગજના વિકાસ માટે જરૂરી

0
22

ભુજ : શરીરમાં જાે આયોડિનની ઊણપ ઉત્પન્ન થાય તો માનસિક બીમારી અને થાયરોઈડ સંબંધિત બીમારી પણ થઈ શકે, એટલુ જ નહીં બાળકનો વિકાસ પણ રૂંધાઇ શકે છે. ૨૧ ઓકટોબરે ઉજવાતા વિશ્વ આયોડિન અલ્પતા નિવારણ દિવસ નિમિતે અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના મેડિસન વિભાગ દ્વારા જણાવાયું હતું.
આ વિભાગના વડા અને પ્રોફેસર ડૉ.જયેશ ત્રિવેદીએ જણાવ્યું કે, આયોડિનની અલ્પતાથી નુકસાન અને તેના ફાયદા અંગે જનમાનસને જાગૃત કરવા આ દિવસ મનાવાય છે. આ તત્વ શરીર અને મગજના વિકાસ માટે જરૂરી છે. મતલબ કે ચોક્કસ માત્રામાં આયોડિનની શરીરને જરૂરિયત પૂરી પડાય તો તણાવ અટકાવી શકાય. મન શાંત રહે છે. ઉપરાંત વાળ, નખ, ચામડી અને દાંતની સમસ્યા પણ નિવારી શકાય છે. આ રોગ મહિલાઓમાં સામાન્યતઃ વધુ જાેવા મળે છે. ગર્ભવતી માતાઓને આયોડિનની ઊણપ અર્થાત્હાય પોથાયરોઈડ હોય તો અવતરિત બાળકને સહન કરવું પડે છે.
આયોડિનના સ્રોત અંગે ડૉ. ત્રિવેદીએ જણાવ્યું કે, આ તત્વ નમકમાંથી મળે છે. શરીર માટે ૧૫૦ માયક્રો ગ્રામ એટલે કે એક ચપટી મીઠું બસ છે. આ ઉપરાંત આયોડિન દૂધ, સમુદ્રી ભોજન, અનાજ અને દાળમાંથી પણ છે. આયોડિનની કમી છે તે જાણવા તેમણે જણાવ્યું કે, ગળામાં સોજાે, મસ્તિષ્કની કાર્ય પ્રણાલીમાં અવરોધ, જન્મજાત અસામાન્યતા જેમ કે, મૂકબધિર પણું તો ક્યારેક નજર પણ કમજાેર થાય છે.