કચ્છ જિલ્લામાં ર.૦૬ લાખ નવા મતદારો ઉમેરાયા

0
25

કચ્છની છ વિધાનસભા બેઠકો પર ૧૬,૩૪,૬૭૪ મતદારો નોંધાયા : રાજ્ય ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાઈ અંતિમ યાદી : કચ્છના ૧૧૭ર મતદાન મથકોના ૧૮૬૦ પોલીસ બૂથ પર થશે મતદાન

ભુજ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ચૂંટણીપંચ દ્વારા વિધાનસભા ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓનો ધમધમાટ જાેવા મળી રહ્યો છે. મતદાર યાદી સુધારણા અભિયાન પૂર્ણ થયા બાદ ચૂંટણીપંચ દ્વારા રાજ્યભરમાં મતદારોની નવી યાદી તૈયાર કરી લેવાઈ છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદારોના આંકડાની ફાઈનલ યાદી બહાર પાડી દેવામાં આવી છે. 

ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવેલ યાદી અનુસાર કચ્છ જિલ્લામાં કુલ ૧૬,૩૪,૬૭૪ મતદારો નોંધાયા છે. ર૦૧૭ની તુલનાએ ર,૦૬,૬૬૮ નવા મતદારોનો ઉમેરો થયો છે. વિધાનસભા બેઠક મુજબ વિગતો અનુસાર અબડાસા બેઠક પર ર,પ૩,૦૯૬ મતદારો નોંધાયા છે. માંડવી બેઠક પર ર,પ૭,૩પ૯, ભુજ બેઠક પર ર,૯૦,૯પર, અંજાર બેઠક પર ર,૭૦,૮૧૩, ગાંધીધામ અનામત બેઠક પર ૩,૧૪,૯૯૧ અને રાપર બેઠક પર કુલ ર,૪૭,૪૬૩ મતદારો નોંધાયા છે.

મતદાન મથકો અંગે આંકડાકીય વિગતો અનુસાર કચ્છમાં ૧૧૭ર મતદાન મથકો પર ૧૮૬૦ પોલીસ બુથ ઊભા કરવામાં આવશે. અબડાસા બેઠકના ૩ર૧ મતદાન મથકો પર ૩૭૯ બૂથ, માંડવી બેઠકના ૧૮૪ મતદાન બ્મથકો પર ર૮૬ બુથ, ભુજ બેઠકના ૧૬૮ મતદાન મથકો પર ૩૦૧ બૂથ, અંજાર બેઠકના ૧૬૪ મતદાન મથકો પર ર૯ર બૂથ, ગાંધીધામ બેઠકના ૧૪૧ મતદાન મથકો પર ૩૦૯ બુથ, રાપર વિધાનસભા બેઠકના ૧૯૪ મતદાન મથકો પર ર૯૩ પોલીસ બુથ ઊભા કરવામાં આવશે.

કચ્છની છ વિધાનસભા બેઠકો પર મતદારોની સંખ્યા

બેઠકનું નામ             પુરુષ            મહિલા            અન્ય           કુલ

૧ અબડાસા             ૧,૩૦૧૪૬     ૧,૨૨,૯૪૭        ૩           ૨,૫૩,૦૯૬

૨ માંડવી                ૧,૩૧,૯૭૮     ૧,૨૫,૩૮૦       ૧           ૨,૫૭,૩૫૯

૩ ભુજ                    ૧,૪૭,૪૮૩     ૧,૪૩,૪૬૮       ૧          ૨,૯૦,૯૯૨

૪ અંજાર                  ૧,૩૮,૩૦૬     ૧,૩૨,૫૦૭       ૦         ૨,૭૦,૮૧૩

૫ ગાંધીધામ              ૧,૬૬,૮૯૨      ૧,૪૮,૦૯૩      ૬         ૩,૧૪,૯૯૧

૬ રાપર                    ૧,૨૯,૬૮૩      ૧,૧૭,૭૭૯      ૧         ૨,૪૭,૪૬૩

કુલ                          ૮,૪૪,૪૮૮      ૭,૯૦,૧૭૪      ૧૨      ૧૬,૩૪,૬૭૪