લ્યો બોલો : પાક.આર્મી પણ કાશ્મીર મામલે કરે છે શાંત વાતો
ઈસ્લામાબાદ : પાકિસ્તાનના લશ્કરી વડા જાવેદ બાજવાએ કાશ્મીર મુદ્દાનો ઉકેલ રાજકીય અને કુટનીતિક સ્તર પર લાવવા ભાર મુકયો છે. તેમણે પહેલીવાર આ રીતે શાંતિની વાતો કરી છે.રક્ષા દિવસ પ્રસંગે તેમણે કહ્યુ હતુ કે, વિકાસ માટે શાંતિ જરૂરી છે. તેમણે એમ પણ કહ્યુ છે કે બન્ને દેશોમાં રહેતા લાખો લોકોની ભલાઈ સ્થાયી શાંતિમાં જ છે. તેમણે કહ્યુ છે કે, ભારતે પાકિસ્તાનની ટીકા કરવાને બદલે સમાધાનના માર્ગ પર આવવુ જોઈએ.બાજવાએ કહ્યુ હતુ કે, અમે અમારી જમીનનો ઉપયોગ બીજા દેશ વિરૂદ્ધ થવા નહિ દઈએ.એવુ મનાય છે કે ત્રાસવાદ વિરૂદ્ધની વૈશ્વિક લડાઈને કારણે પાકિસ્તાનના વલણમાં ફેરફારો આવ્યા છે. પાકિસ્તાનની નીતિઓ બદલાઈ રહ્યાના નિર્દેશો મળી રહ્યાછે.