૧૨મી ઓકટોબર વર્લ્ડ આર્થરાઇટસ ડે

0
40

આધેડ કે વૃદ્ધોમાં જ નહીં હવે યુવાનોમાં પણ સાંધાનો રોગ જાેવા મળે છે

ભુજ: કેટલાક રોગ ઉંમરને આધિન હોય છે, જેમાં આર્થરાઇટિસ (સાંધાનો દુઃખાવો) પણ એક છે, પરંતુ જેમ જેમ સમય બદલાતો જાય છે એમ આ રોગ હવે યુવાનોમાંય જાેવા મળે છે, જેનું મુખ્ય કારણ ગલત ખાણી પીણી, સાંધાનો અયોગ્ય રીતે ઉપયોગ કરાતો હોવાનું અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના ઓર્થો વિભાગે ૧૨મી ઓકટોના રોજ ઉજવાતા વિશ્વ આર્થરાઇટસ દિવસ નિમિતે જણાવ્યું હતું.
જી.કે.જનરલ હોસ્પિટલના ઓર્થો સર્જન ડો. વિશાલ પુષ્કરણાએ કહ્યું કે, આ રોગની સૌથી વધુ અસર ઘૂંટણ, નિતંબ અને કેડના સાંધામાં જાેવા મળે છે. ત્યારબાદ આગળ વધી આખા શરીરમાં દર્દ અને અક્કડન અનુભવાય છે. જી.કે.માં દર મહિને જુદા જુદા સાંધાના દુઃખાવાના ૬૦૦ ઉપરાંત કેસ જાેવા મળે છે. ક્યારેક હાથ, પગ, ગરદનમાં પણ જાેવા મળે છે. આ રોગ થવાના કારણ અંગે ડૉ. વિશાલે જણાવ્યું કે, આરામદાયક જિંદગી, કસરતનો અભાવ, જંકફૂડના સેવાનમાં વધારો, કોમ્પુટર સામે બેસવાની અયોગ્ય રીત, મોબાઇલનો વધુ ઉપયોગ તેમજ નીચે નમીને નિયમિત વજનદાર વસ્તુ ઊંચકવી વિગેરે છે. જાે આ રોગથી બચવું હોય તો સંતુલિત આહર લેવો, શરાબ અને ધૂમ્રપાનથી બચવું કારણકે તે હાડકાંને ખોખલા કરી દે છે. કસરત, ચાલવું, તરવું તેમજ યોગા અભ્યાસને રોજિંદી જિંદગીમાં સામેલ કરવું જરૂરી હોય છે.