અંજારની ગંગા બજારમાં દુકાનમાં આગ લાગતા ૧ર લાખનું નુકશાન

0
68

અંજાર : શહેરમાં આવેલી ગંગા બજારમાં શોર્ટ સર્કિટના કારણે દુકાન સળગી ઉઠતા માલ સામાનને નુકશાન થયું હતું. અંજાર પોલીસમાંથી મળેલી માહિતી પ્રમાણે દિર્ગેશભાઈ અતુલ ભાઈ ભણસારીએ જણાવ્યું કે, તેમની ગંગા બજારમાં ન્યુયર્સ ફેશન નામની દુકાન આવેલી છે, જેમાં ગઈકાલે સાંજે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા લાકડાના નવ ઘોડા તથા મકાનની ઘરવખરી અને દુકાનમાં રાખેલા સામાનમાં આગ લાગતા તમામ બળીને ખાખ થઈ ગયું હતું. ઈલેકટ્રીક સામાન અને ફર્નીચરમાં આગ લાગવાથી આશરે દસ થી બાર લાખનું નુકશાન થવા પામ્યું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.