નખત્રાણાની પાર્કિંગમાં ઉભેલી ચાર ટ્રકમાંથી ૧૦૦૦ લીટર ડિઝલ ચોરાયું

0
36

ચીભડ ચોરીના બનાવો વધતા નગરજનોની ઉંઘ હરામ : પોલીસમાં જાણવાજોગ કરાઈ

ભુજ : નખત્રાણા પંથકમાં ચીભડચોરીના બનાવોમાં ભારે ઉછાળો આવ્યો છે, થોડા સમય પુર્વે અધિકારીના રહેણાંક મકાનમાંથી તસ્કરો રોકડ અને દાગીનાનું ખાતર પાડી ગયા હતા. ત્યારે હવે બજરંગ ગ્રાઉન્ડમાં પાર્ક થયેલી ચાર ટ્રકોની ડિઝલની ટાંકીને તોડી તસ્કરો તેમાંથી સામગ્રી અને ડિઝલ તફડાવી ગયા હતા.નખત્રાણા મા છાસવારે નાની મોટી ચોરીઓથી નગરજનોની ઊંઘ હરામ થઈ ગઈ છે, વહેલી સવારે રખડતા આવરા તત્વો જે હાથ લાગે એ ઉઠાવી જતા હોવા ની નખત્રાણા મા બુમરાડ ઉઠી છે. નખત્રાણાના બજરંગ ગ્રાઉન્ડમા બુધવાર રાતથી ગુરુવાર સવારના સાત વાગ્યા દરમિયાન ૪ ગાડીમાંથી ડિઝલ ચોરાઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં દિનેશ ભોજાણીની ટ્રક નબર જીજે ૧૨ એ ઝેડ ૮૨૪૪, જીજે ૧૨ એવાય ૫૫૩૦, તેમજ ગૌતમ ભાદાનીની જીજે ૧૨ એ યુ ૮૦૭૭ તેમજ કમલેશ છાભૈયાની જી જે ૧૨ એયુ ૬૭૦૩ સહિત ૪ ગાડી ના ડીઝલ ટેન્કના તાળા તોડી કુલ ૮૦૦ થી૧૦૦૦ લીટર ડીઝલ ચોરાવી ગયા હતા. નખત્રાણા પોલીસ સ્ટેશને જાણવા જોગ ફરિયાદ કરી હોવાનું દિનેશભાઈ ભોજાણી એ જણાવ્યું હતુ.