ભચાઉના માંડવીવાસમાં લાઈટના અજવાળે પત્તા ટીંચતા ૧૦ શકુનિ શિષ્યો પકડાયા

રર,પ૦૦ની રોકડ સહિત ૧.૬ર લાખનો મુદ્દામાલ ભચાઉ પોલીસે કર્યો જપ્ત

ભચાઉ : પૂર્વ કચ્છમાં ભચાઉ પોલીસે શહેરના માંડવીવાસમાં લાઈટના અજવાળે પત્તા ટીંચતા ખેલીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં ૧૦ ખેલીઓ પાસેથી રર,પ૦૦ની રોકડ સહિત ૧.૬ર લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે માંડવીવાસમાં નરસિંહ ગાલાના મકાનની બહાર આવેલા ખુલી જગ્યામાં લાઈટના અજવાળે અમુક ઈસમો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા હોવાથી દરોડો પડાયો હતો. જ્યાં પોલીસને જોઈ આરોપીઓ ભાગવાની ફીરાકમાં હતા. જોકે, પોલીસે ખેલીઓને દબોચી લીધા હતા. જેમાં ધ્રાંગધ્રાના ધોળી ગામના જિજ્ઞેશ મગનભાઈ પટેલ, મોરબીના મહેન્દ્રનગરના હર્ષકુમાર વાસુદેવભાઈ પટેલ, ભચાઉના ચેતનજી વિરમજી પટેલ, દીપકકુમાર ઓમપ્રકાશ રાજપૂત, વિકાસસિંઘ શ્રીરામસિંઘ રાજપૂત, સામખિયાળીના નવીનકુમાર શિતારામ શાહ, ભચાઉના જ કિશોર રમેશભાઈ ભદ્રેશા, પ્રિયાબાત્રા દુર્યોધન મહાપાત્રા, વિવેકકુમાર પ્રિતમજનચંદ અને અલ્પેશકુમાર રમેશભાઈ પટેલને જુગાર રમતા ઝડપી લેવાયા હતા. જેઓ પાસેથી રર હજારની રોકડ, તેમજ ૧ લાખના ૧૦ મોબાઈલ, ૪૦ હજારના બે વાહનો સહિત કુલ રૂા.૧,૬ર,પ૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.