૧.૬૬ કરોડ રેતી ચોરીથી ખનીજ તંત્રં વાકેફ હોવા છતાં અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધાવ્યો

0
43

  • ખાણ-ખનીજ તંત્રની બેવડી નિતી : દંડ ભરવા નામજોગ નોટીસ આપી, ફરિયાદમાં અજાણયા ઈસમો લખાવ્યા

બોલો, પાંચ માસથી ગાજી રહેલા પ્રકરણમાં ખાણ ખનીજ વીભાગે તમામ જવાબદારી પોલીસ પર ફેંકી દીધી : ડ્રોનથી તપાસ કર્યા બાદ ૧.૬૬ અને ૩.૯૪ કરોડ દંડ ભરવા નોટિસ ફટાકારાઈ હતી

ભુજ : પાંચેક માસથી ગાજી રહેલા ચકચારી કુનરીયાના રેતી ચોરી પ્રકરણમાં અંતે માધાપર પોલીસ મથકે ખાણ ખનિજ વિભાગે ૧.૬૬ કરોડની રેતી ચોરીની ફરિયાદ નોંધાવી છે. નોંધાયેલી ફરિયાદમાં ખાણ ખનીજ વિભાગની બેવડી નિતી સામે આવી છે. પાંચ-છ માસ પુર્વે સરકારી ટાવર્સ પૈકીની જમીનમાં ગેરકાયદેસર રેતી ખનન બદલ ૧.૬૬ કરોડ અને માલિકીના લીઝ વાળા સર્વે નંબરમાં રેતી ચોરી બદલ ૩.૯૪ કરોડ દંડ ભરવા માટે નામજોગ નોટિસ પાઠવાઈ હતી. જો કે હવે પોલીસ ફરિયાદમાં અજાણયા ઈસમો સામે ગુનો નોંધાવી તમામ જવાબદારી પોલીસ વિભાગ પર ફેંકી દેવાઈ છે.
માધાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, કુનરીયા ગામે રેતી ચોરી થતી હોવાની બાતમી આધારે ખાણ ખનીજ વિભાગે ડ્રોનથી સર્વે કરી રિપોર્ટ તૈયાર કર્યો હતો. ગત ૧લી જૂનના ખાણ ખનીજ વિભાગ દ્વારા કુનરીયા ગામના સરકારી પડતર સર્વે નંબર ૩૩૯માં સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરવા બદલ દંડ ભરવાની નોટીસ ફટકારાઈ હતી. સરકારી પડતરમાંથી ૪૯૩૩૯.પર મેટ્રીક ટન સાદી રેતી ગેરકાયદેસર રીતે ખનન કરાઈ હોવાનું ડ્રોન સર્વેમાં સામે આવતા પેનલ્ટી સમેત ૧,૬૬ ,૯૬,૪૯૪ રુપીયા દંડ ભરવા માટે અરુલ ગોપાલ છાંગા અને ઉપસરપંચ સુરેશ ગોપાલ છાંગા (રહે. કુનરીયા)વાળાને નોટીસ ફટકારાઈ હતી, તો સાથે સાથે તેમને ફાળવાયેલી લીઝની આસપાસ પણ ગેરકાયદેસર ખનન થયેલુ હોવાનુુ ડ્રોન સર્વેમાં જણાતા ૩.૯૪ કરોડ રુપીયા દંડ ફટકારવાની નોટીસ અપાઈ હતી. અંતે છ માસ બાદ માધાપર પોલીસ મથકે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેકટર ભાવીક જોષીએ અજાણયા ઈસમો સામે ૧.૬૬ કરોડની રેતી ચોરીની ફરિયાદ નોંધાવી તમામ જવાબદારીઓ પોલીસ વિભાગ પર ફેંકી દીધી હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ, સર્વે નંબર અને સરકારી પડતરમાં થયેલા ગેરકાયદેસર ખનન બદલ બંને ભાઈઓને નામજોગ નોટિસ અગાઉ અપાઈ હતી જયારે હવે ફરિયાદમાં નામનો ઉલ્લેખ કરવાને બદલે અજાણયા ઈસમો દર્શાવ્યા હોવાનું સામે આવ્યું છે.

છ માસમાં અનેક વખત પત્રવ્યવહારો પણ થયા

૧.૬૬ કરોડ અને ૩.૯૪ કરોડ રુપીયાનો દંડ ભરવા માટે કુનરીયાના અરણુ ગોપાલ છાંગા અને સુરેશ ગોપાલ છાંગાને નોટીસ આપવામાં આવી હતી. નોટિસ નામજોગ આપવામાં આવી હતી તેમજ છ માસમાં અનેક વખત બંને તરફથી ખાણ ખનીજ વિભાગ સાથે પત્ર વ્યવહાર થયા હતા તેમ છતાંય ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેકટર દ્વારા ફરિયાદમાં અજાણયા ઈસમો લખાવી પોત પ્રકાશ્યું હતું.