મોડવદરની કંપનીમાંથી ૪૩.૯પ લાખનું જવલનશીલ પ્રવાહી જપ્ત

0
39

સરકારની પરવાનગી વગર પામ એસીડનો જથ્થો સંગ્રહ્યો હોઈ એસઓજીની કાર્યવાહી

 અંજાર : તાજેતરમાં સેઝમાંથી મોટી માત્રામાં બેઝઓઈલનો જથ્થો એસઓજીએ ઝડપી પાડયા બાદ બીજી મહત્વની કાર્યવાહી મોડવદર ખાતે આવેલી કંપનીમાં કરવામાં આવી છે. અંજાર તાલુકાના મોડવદર ગામની સીમ સર્વે નંબર ૧૩૩/ર માં આવેલ તુષાર એન્ટરપ્રાઈઝ કંપનીના માલિક વસંતભાઈ ભાનુશાલી રહે. ગાંધીધામ વાળાએ પોતાની કંપનીમાં અલગ અલગ જવલનશીલ પ્રવાહીનો જથ્થો સંગ્રહ કરી તે બાબતે સ્થાનીકે કોઈ સેફટીના સાધનોની વ્યવસ્થા ન કરી માનવ જિંદગી જોખમાય તે રીતેનું કૃત્ય કરી આમ જનતાની તંદુરસ્તીને નુકશાન થાય અને લાયસન્સ અને પરવાનો ન મેળવી ગુનો આચર્યો હોઈ અટકાયત કરવામાં આવી હતી. કંપનીમાંથી ર૯.૪ર લાખની કિંમતનું પ૩,પ૦૦ લીટર પામ એસીડ ઓઈલ અને ર૯,૦પપ૦ લીટર મીકસ પામ એસીડ ઓઈલ કિંમત રૂા. ૧૪,પર,૭પ૦ મળી કુલ્લ રૂા. ૪૩,૯પ,રપ૦ નો મુદ્દામાલ સીઝ કરાયો હોવાનું એસઓજી પીઆઈ એસ. એન. ગડુએ જણાવ્યું હતું.