૯ ટીમોની ટેસ્ટ અને ૧૩ ટીમોની વન ડે લીગ શરૂ કરશે ICC

મુંબઈ : આઇસીસી વર્ષ ૨૦૧૯ તથા ૨૦૨૦માં ૯ ટીમની ટેસ્ટ તથા ૧૩ ટીમોની વન ડે લીગ શરૂ કરશે. જેથી દ્વિપક્ષીય ક્રિકેટને યર્થાથ સ્વરૂપ મળી શકે. ટેસ્ટ સીરીઝ લીગમાં ૯ ટીમ બે વર્ષમાં ૬ સીરીઝ રમશે. જેમાંથી ૩ પોતાના દેશમાં અને ત્રણ બહાર રમાશે.
આઇસીસીની આૅકલેન્ડમાં મળેલી બેઠકમાં આ નિર્ણયને સ્વીકૃતિ આપવામાં આવી હતી. બધાએ ઓછામાં ઓછી બે અન વધુમા વધુ ૫ મેચ રમવી  પડશે. બધા મેચ પાંચ દિવસના બશે અને અતમાં વર્લ્ડ ટેસ્ટ લીગ ચૈમ્પિયનશીપ ફાઇલન રાખવામાં આવશે. વન ડે લીગથી વિશ્વ કપમાં સીધો પ્રવેશ પણ મળી શકશે. જે ૧૨ પૂર્ણ સભ્ય દેશો અને હાલના આઇસીસી વર્લડ ક્રિકેટ લીગ ચેમ્પિયનશીપ વિજેતા વચ્ચે રમાડવામાં આવશે. આઇસીસીના સીઇઓ ડેવિટ રિટર્ડસને જણાવ્યું હતું કે આઇસીસી બોર્ડના નિર્ણય બાદ અમે પ્રથમ સત્રનો કાર્યક્રમ અને પોઇન્ટ વ્યવસ્થા નક્કી કરી શકીશું. આઇસીસી બોર્ડે વિશ્વ કપ ૨૦૧૯ સુધી ચાર દિવસીય મુકાબલાના ટેસ્ટ ટ્રાયલને પણ મંજૂરી આપી દીધી છે.