૮૭ વર્ષિય ભાઇલાલભાઇ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાંથી કોરોનાની ૧૮ દિવસની સારવાર લઇ સાજા થઇ પરત ફર્યા

અત્યારે કોરોના મહામારીએ ફરી જે પ્રકારની પરિસ્થિતિનું સર્જન કર્ય છે. તેના કરણે આરોગ્ય તંત્ર ઘડિયાળના કાંટા સાથે દોડી જ રહયું છે. આ પરિસ્થિતિમાં આરોગ્ય તંત્રની શ્રેષ્ઠ કામગીરી તેમજ માનવતા ભર્યા અભિગમના દર્શન કરાવતાં અનેક દશ્યો દરરોજ નજરે પડે છે. કોરોનામાં સપડાયેલા દર્દીઓની સારસંભાળ રાખવા સ્નેહીજનો સાથે રહી શકે તેમ નથી ત્યારે આ કોરોના વોરિયર્સ તેમની સારસંભાળ રાખી રહયા છે તેમને હુંફ આપી રહયા છે. જેના પરિણામે અનેક લોકો કોરોનાને મ્હાત આપી સાજા-સરવા થઇને ઘરે પાછા ફરી રહયા છે. આવો જ એક દાખલો છે ભુજના ૮૭ વર્ષિય ભાઇલાલ ભાઇનો કે જેઓ ૧૮ દિવસ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર હેઠળ હતા. ૧૮ દિવસની સારવાર પછી કોરોના સામે જીત મેળવીને તેઓ ઘરે પાછા ફર્યા છે ત્યારે તેઓ જણાવે છે કે, કોરોનાના દર્દીઓની જે સારસંભાળ રાખવામાં આવે છે જે રીતે તેમની સારવાર કરવામાં આવે છે તે ખરેખર સરાહનીય છે. અહીંની સારવાર અને સેવા ખરેખર સારી નહીં પણ બહું જ સારી છે તેવું તેઓ વધુમાં જણાવે છે.