૭ અને ૮ જુુલાઈના ભુજ-મુંદરા શહેર-તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠક

પ્રદેશ આગેવાન જયંતિભાઈ પટેલ હાજર રહી વિધાનસભા ચૂંટણી તથા સંગઠન મજબૂતીકરણ મુદ્દે કરશે સમીક્ષા

ભુજ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુ ખ યજુવેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વ તળે સમગ્ર કચ્છ જિલ્લામાં તાલુકા મથકોએ વિસ્તૃત કારોબારી બેઠકો અને પેટ્રોલ-ડીઝલ તથા જીવન જરૂરી ચીજવસ્તુઓના અસહ્ય ભાવ વધારા મુદ્દે ઉગ્ર વિરોધ કાર્યક્રમનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે, જેના ભાગરૂપે તા.૭ અને ૮ જુલાઈના પ્રદેશ આગેવાન જયંતિભાઈ પટેલ હાજર રહી કાર્યકરોમાં જુસ્સો પૂરો પાડશે. આ કાર્યક્રમોમાં કોંગ્રેસના તમામ કાર્યકરોને હાજર રહેવા ભુજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશ આહિર, ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ રવિન્દ્ર ત્રવાડી, મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ચંદુભા જાડેજા, મુન્દ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ કપિલભાઈ કેસરિયા દ્વારા અનુરોધ કરાયો છે તેવું કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા ગનીભાઈ કુંભારની યાદીમાં જણાવાયું છે.