૫રિણામોથી શેરબજારમાં ખુશી

મુંબઈ : આજે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરીણામો આવ્યા છે, કર્ણાટકમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવતા અને કમળ ખીલી ઉઠતા શેરબજારે બેવડી સદી ફટકારી છે, તેજીની ગાડી પુરપાટ દોડી છે. સવારે ૧૧.૧૫ વાગ્યે ઇન્ડેક્ષ ૩૪૦ પોઇન્ટ ઉછળી ૩૫૮૯૬ના સ્તરે પહોંચી ગયો હતો, તો નીફટી ૯૦ ઉછળી ૧૦૮૯૯ હતી, એ ગૃપ સહિત તમામ પ્રકારના શેરોમાં લાવલાવ હતું, સટોડીયાઓ ખાસ કરીને શેરબજારમાૈં ગેઇમ કરતા સટોડીયાઓએ ધૂમ તેજી કરી નાંખી છે, મંદીવાળા ફસાયા છે.