૩ દિવસ પછી શેર બજારમાં તેજીનો માહોલ

મુંબઈ : છેલ્લા ૩ દિવસથી શેર બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે બુધવારે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી રહી છે, આજે માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ ૩૬૭ પોઈન્ટથી વધીને ૩૪,૫૬૩ની સપાટીએ જોવા મળ્યો હતો. સાથે સાથે નિફ્ટી પણ ૧૦૯ પોઈન્ટ વધીને ૧૦,૬૦૭ પર ખુલ્યો હતો.