૩૯ ગુમ ભારતીયો મુદે કેન્દ્રનો ઘટસ્ફોટ

વર્ષ ર૦૧૪માં મોસુલમાં ગુમસુદા ૩૯ ભારતીયોની આઈએસઆઈએસ દ્વારા કરાઈ હત્યા : વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે રાજયસભામાં નિવેદન આપી કર્યા ખુલાસા : ઈરાકની માર્ટીયસ ફાઉન્ડેશન સંસ્થાએ સત્તાવાર રીતે રજુ કરી વિગતો :
હરજીત મસીહની વાર્તા હતી ખોટી

 

પહાડ ખોદીને ભારતીયોના મૃતદેહો શોધાયા : પંજાબ-હીમાચલ, બીહાર, પ.બંગાલના ભારતીયોના ડીએનએ સેમ્પલથી કરાઈ તપાસણી : વિદેશ પ્રધાને જનરલ વી.કે.સીંહ, ઈરાક સરકાર અને માર્ટીયસ ફાઉન્ડેશનનો વ્યકત કર્યો ધન્યવાદ

 

 

હવે શું થશે?ઃ ભારત સરકાર ઈરાક મોકલશે જહાજ
નવી દિલ્હીઃ મોસુલમાં ૩૯ ભારતીયોના મોત થયાનો ખુલાસો થવા પામી ગયો છે ત્યારે હવે શું કરવામા અવશે તે મામલે પણ વિદેશ પ્રધાન દ્વારા રાજયસભામાં ખુલાસો કરવામા આવ્યો છે અને કહેવામાં આવ્યુ હતુ કે, હવે જનરલ વી.કે.સિંહ ભારતીય જહાજ લઈ અને ઈરાક જશે. ન માત્ર પાર્થીવદેહ ભારત લવાશે બલ્કે માર્ટીયસ ફાઉન્ડેશનના તેમાં પ્રમાણપત્રો પણ સામેલ રાખવામા આવશે. સૌ પ્રથમ જહાજ અમૃતસર જશે તે પછી પંજાબ અને ત્યાથી હિમાચલ પ્રદેશ બાદ પટના બિહારમાં જઈ ત્યાથી કોલકત્તા જહાજ જશે. નોધનીય છે કે ૩૯ મૃતકો પૈકીના ૩૧ પંજાબના રહેવાસીઓ હતા.

 

 

રાજયસભામાં મૌન પાડી અપાઈ અંજલી
નવી દિલ્હી : વર્ષ ર૦૧૪માં ઈરાકમાં ગુમ થયેલા ૩૯ ભારતીયો મામલે આજ રોજ રાજયસભામાં સત્તાવાર ખુલાસો કરવામા આવી ગયો છે જે મુજબ આઈએસ દ્વારા તમામની હત્યા કરવામા આવી હોવાનુ સામે આવતા આજ રોજ રાજયસભામાં વિદેશ પ્રધાનના નિવેદન બાદ તમામ મૃતકોને રાજયસભામાં મૌન પાડીને શ્રદ્ધાંજલી આપવામા આવી હતી.

 

 

હરજીતની વાર્તા છે ખોટી : વિદેશ પ્રધાન
નવી દીલ્હી : મોસુલમાં ગુમસુદા ભારતીયો મામલે આજ રોજ રાજયસભામાં સુષ્મા સ્વરાજે નિવેદન આપ્યુ હતુ અને તેઓએ કહ્યુ હતુ કે, ૪૦ બંધક લોકામાથી એક જીવીત બચેલા શખ્સ હરજીતે મને ફોન કર્યો હતો અને મને બચાવવાની અપીલ કરી હતી તેને જે પણ વાર્તા કહી હતી કે ૩૯ લોકોને માતામા અને પગમાં ગોળી મારવામા આવી હતી તે જંગલમાં ભાગી ગયા આ બધુ ખોટું છે તે અલીબનીને ટ્રકભાં ાગી ગયો અને તેની પુષ્ટી પણ જે કંપનીમાં કામ કરતો હતો તેને પણ તેની પુષ્ટી કરી દીધી છે.

 

 

નવી દીલ્હી : ઈરાકમાં વર્ષ ર૦૧૪માં ૩૯ ગુમસુદા ભારતીયોના મુદે પાછલા લાંબા સમયથી સસ્પેન્સ સર્જાયેલ હતુ અને તે મુદો સતત ભારતીય સંસદમાં પણ ભારે ગરમાગરમી સાથે ચર્ચાતો જ રહ્યો હતો. દરમ્યાન જ આજ રોજ રાજયસભામાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ દ્વારા નિવેદન આપી અને સત્તાવાર રીતે ઘટસ્ફોટ કરતા જણાવવામા અવ્યુ છે કે, ર૦૧૪માં ઈરાકના મોસુલમાં ગુમ થયેલા તમામ ભારતીયોની બર્બર આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ દ્વારા હત્યા નિપજાવી દેવામા આવી છે.
આ બાબતે તેઓએ વિગતવાર વાત કરતા જણાવ્યુ હતુ કે, પાછલા ત્રણ વરસથી આ માટેની શંશોધન પ્રક્રીયા ચલાવાઈ રહી હતી. સિલસીલાવર વિગતો રજુ કરતા વિદેશ પ્રધાને કહ્યુ કે, ઈરાકમાં આઈએસઆઈએસ દ્વારા ભારતીયોને મોતને ઘાટ ઉતારી દઈ અને પહાડમાં નીચે દાટી દેવાયાની બર્બરતા દાખવાઈ હતી. આ મામલે ભારતના જનરલ વી.કે.સીંહ, ભારતીય રાજદુત તથા ઈરાકના અધિકારીએ એક પહાડ ખોદાવી અને ૩૦ જેટલા મૃતદેહો બહાર કાઢયા હતા. જેમા ભારતીય પરંપરા અનુસારના વસ્ત્રો, વસ્તુઓ મળી આવવા પામતા તેઓ ભારતીય જ હોવાની પુષ્ટી થતી હોવાથી ત્યાની સંસ્થાને વિનંતી કરાતા તેઓએ ડીએનએ સેમ્પલ માંગતા ભારતના ચાર રાજયોમાથી તેઓના માતા-પીતાના ડીએનએ સેમ્પલ મોકલવામા આવ્યા હતા અને તે મામલે હવે પુષ્ટી ગત રોજ થઈ જવા પામી છે. આ પ્રક્રીયા પાર પાડનારા ઈરાકની માર્ટીયસ સંસ્થાએ જણાવ્યુ છે કે, ૩૮ જેટલાઓના ડીએનએ મેચ થવા પામી ગયા છે અને એકના ડીએનએ માતા-પિતા ઉપરાંત સબંધીના હોવાથી ૭૦ ટકા તે પણ મેચ થઈ ગયા છે.
સુષ્મા સ્વરાજે આ તબક્કે એમ પણ કહ્યુ હતુ કે, તત્સમયે અમે કહ્યુ હતુ કે, પુરાવા સાથે જ ગુમ ભારતીય બાબતે અમે ખુલાસો કરીશુ અને તે તબક્કે આજે અમે પહોંચ્યા છે. આ માટેની જહેમત ઉઠાવનાર જનરલ વી.કે.સિંહ, ભારતીય રાજદુત, ઈરાકની સરકાર અને માર્ટીયસ સંસ્થાનો તેઓએ આભાર વ્યકત કર્યો હતો. વળી સુષ્માએ વધુમાં કહ્યુ હતુ કે, હરજીત મસીહની વાર્તા ખોટી હોવાનું પણ જણાવ્યુ હતું.