૩૬પ દીવસ ’ને ર૪ કલાક ધમધમતી ગાંધીધામ-ભચાઉ પટ્ટાની હાઈવે હોટલો શંકાના દાયરામાં

પુરવઠાવિભાગ-પોલીસતંત્ર સહિતનાઓ અહી વિકસી ચુકેલી હોટેલો પર સરપ્રાઈઝ ચેકીંગ બેલાવે તો કઈકના તો લાયસન્સ પણ ન હોવાના થાય ખુલાસા

 

હાઈવેની હોટેલા પર કામ કરતા કર્મચારીઓ કયાના છે? કેટલા નોકરી કરી રહ્યા છે? કામદારો-કર્મીઓના આઈડી પ્રુફ મગાય તો પણ ખુલે અનેક ભોપાળા ઃ કેટલાક કલાકના મળેલા લાયસન્સ છે અને કેટલા કલાકો હોટેલ ધમધમી રહી છે? કોની છત્રછાયા? તંત્ર શા માટે પુરવાર થાય છે વામણું?

 

કેટલીક હોટેલો તો બારોબાર વાહનોમાંથી પુરવઠા-જથ્થાઓ સેરવી લેવાના આશ્રયસ્થાન સમાન પંકાઈ ચૂકી છે.તો ભચાઉ આસપાસની એકાદ હોટેલ તો આવા કારસ્તાનો બાબતે અનેકવખત ચડી ચૂકી છે પોલીસ ચોપડે..છતાંય બેરોકટોક આવી હોટેલો ધમધમી રહી હોવા પાછળનું કારણ શુ?

 

હોટલકર્મીઓના બી-રોલ ભરાય તો પરપ્રાંતીય કુખ્યાત-વોન્ટેડ શખ્સો ઝડપાય
ગાંધીધામ ઃ ગાંધીધામ-ભચાઉ પટ્ટા સહિતના હાઈવે પર ધમધમતી હાઈવે હોટેલો પર કામ કરતા કર્મચારીઓના બી-રોલ ભરવાની કડક કાર્યવાહી કરવામા આવે તો આ પૈકીના કેટલાક તો અન્ય રાજયોમાંથી વોન્ટેડ, ભાગેડુ, તડીપાર કરેલા શખ્સો પણ મળી આવે અને અનેક મોટા ગુન્હાઓના પણ ખુલાસાઓ થવા પામી જાય તેવી શંકા પણ જાણકારો દ્વારા વ્યકત કરવામા આવી રહી છે. કેટલાય તત્વો અન્ય રાજયોમાં મોટાગુન્હાઓને અંજામ આપી અને અહી આશરો પામી જતા હોય છે. જા આ બાબતે તપાસ કરવામા આવે તો પણ મોટા ભોપાળાઓ બહાર આવી.

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ કંડલા બંદરથી પાંગરેલુ શહેર છે. દરીયાઈ ક્ષેત્રની આયાત-નિકાસને લઈને ધમધમતા આ શહેરને ગુજરાતથી જાડતા નેશનલ હાઈવે પર અનેકવિધ હોટેલોનો પથરાવ પાછલા ટુંકા સમયમા થવા પામી ગયો છે. ત્યારે જાણકારવર્ગમાથી ઉઠતી ગંભીર ચર્ચા અનુસાર આ હોટેલો પૈકીની કેટલીક હોટેલો શંકાના દાયરામાં જણાઈ રહી છે. જયારે કેટલીક હોટેલો તો કોઈપણ સરકારીતંત્રના લાયસન્સ લીધા વિના જ ધમધમી રહી હોવાનુ મનાય છે.
ગાંધીધામ-ભચાઉ હાઈ-વે પર ચાલતી હોટલોમાં ધમધમતા વિસ્તારમાં બેરોકટોક વગર લાયસન્સ વગર હોટલો ચાલે છે પણ જવાબદાર અધિકારીઓના ધ્યાને ક્યારે આવતી નથી શું વહીવટી તંત્ર વામણું પુરવાર થયું છે. કહેવાય છે કે, ૨૪ કલાક ધમધમતી હોટલો પર લાયન્સ ચેક કરવામાં આવે તો અનેક કૌભાંડો બહાર નીકળે તેમ છે તેમાં કર્મચારીઓ ક્યાંના છે ? કેટલા નોકરી કરે છે ? તેમજ તેઓના આઈડી પ્રુફ ચેક કરવામાં આવે તો અનેક કૌભાંડો ખુલે તેમ છે તેમજ હાઈવે ઉપર ચાલતી હોટલોના કેટલા કલાકોના લાયસન્સ છે તે તપાસ કોઈ કરતું નથી. હાઈવે પટ્ટી પર ૨૪ કલાક ખુલ્લેઆમ હોટલો ચાલી રહેલ છે.
જેમાં તમામ પ્રુફ ચેક કરવામાં આવે તો અનેક કૌભાંડ ખુલ્લા પડશે. કહેવાય છે કે, આ હોટલો પર જેને તપાસ કરવાની હોય છે તેઓની ગાડીઓ પડી જ હોય છે જેઓને મહેમાન ગતી સારી થતી હોવાના કારણે કોઈ કાંઈ કહેતું નથી. ખુલ્લેઆમ પ્રીંટ કરતા પણ વધારે ભાવ લેવામાં આવે છે તેમજ હાઈવે ઉપર સરકારી એસટીઓ પણ ઉભી રાખવામાં આવે છે જેમાં કન્ડેક્ટરો અને ડ્રાઈવર ખાણી પીણી મળતી હોવાના કારણે આ હોટલો ઉપર બસો ઉભી રહે છે અને ખુલ્લેઆમ બેરોકટોક રીતે પેસેન્જરોને લુટવામાં આવતા હોવાનુ મનાય છે. શું આ અંગે વહીવટી તંત્ર તેમજ નાયબ કલેક્ટર, મામલતદાર તથા પોલીસ ખાતુ, એસટી તંત્ર અજાણ છે ? કે તેઓને પણ વ્યવહાર થઈ જતો લાગે છે.આવા વેધક સવાલો પણ ભોગગ્રસ્ત વર્ગમાંથી સામે આવવા પામી રહ્યો છે.