૩૧મી ડીસે.પહેલા ભારતમાં મોટા ભુકંપનો ખતરો : કેરલના વૈજ્ઞાનીકની આગાહી : પીએમને લખ્યો પત્ર

ભારત ઉપરાંત અન્ય ૧૧દેશોમાં ધરતીકંપની થશે ગંભીર અસરો : તો વળી ૧ર૦થી ૧૮૦ કી.મી.ના અંતરેનના સસુવાટા મારતા પવનની સાથે ‘સીસ્મા’ ત્સુનામી પણ ત્રાટકવાની દર્શાવાઈ ભીતી

નવી દિલ્હી : ભારત સહીત વિશ્વભરમાં એક મોટા વિનાશક ભુકંપનો ખતરો તોળાઈ રહ્યો છે. આવો એક ચોંકાવનારો અને આગાહી કરતો પત્ર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વીગતો અનુસાર તારીખ ર૦/૯/૧૭ના રોજ કેરલના વૈજ્ઞાનીક બાબુ કલાયીલ દ્વારા લેખિતમાં પત્ર લખી અને જણાવાયુ છે કે આગામી ૩૧મી ડીસેમ્બર સુધીમાં વિશ્વભરમાં એક મહાવિનાશક ભુકંપ તથા ત્સુનાનીનો ખતરો તોળાઈ રહ્યો છે. ભારતના હીદમહાસાગર સમુદ્રમાં આ ભુકંપ ૩૧મી પહેલા સર્જાઈ શકે છે. અતિ મહાવિનાશક એવો ભુકંપની ગંભીર અસરો અરબી સમુદ્રના દરીયાઈ પટ્ટા વાળા વિસ્તારોમાં થવાની શકયતાઓ પણ સેવવામા આવી છે. એટલુ જ નહી પરંતુ આ ભુકંપ-ત્સુનાનીની વીપરીત અસરો અન્ય ૧૧ દેશોમાં પણ મોટી પડવાની છ. જેમાં ભારત ઉપરાંત ચાયના, જાપાન, પાકીસ્તાન, નેપાલ, બાંગ્લાદેશ, થાયલેન્ડ, ઈન્ડોનેશીયા, અફઘાનીસ્તાન, શ્રીલંકા અને ત્યાથી ગલ્ફના દેશોમાં પણ તેની અસરો જાવા મળી આવશે. એટલુ જ માત્ર નહી પરંતુ સીસ્માનું તોફાન ડયુટરીંગ આ સમયગાળામાં ત્રાટકી શકે છે. અને તે ૧ર૦થી ૧૮૦ કી.મી.ની ઝડપથી પવન સાથેનું ત્સુનામી પણ આવી શકે છ. ભારેથી અતિ ભારે વરસાદ પણ ત્રાટકશે. શ્રી બાબુ કલ્યાણીએ તેઓ દ્વારા કરવામા આવલા અભ્યાસનુ રેફરન્સ ટાંકીને કહેવામા આવ્યુ છે કે તેમણે એકસટ્રા સેન્સરી પર્સેપ્શન તથા અર્થ એન્ડ સ્પેશ પ્રીડેકશન મારફતે કરવામા આવ્યુ હોવન પણ ટાંકયુ છે. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાનને આ પત્ર તેઓએ લખીઅને ચેતવવાની સાથે જ અગમચેતીના પગલા લેવાની પણ જાણ કરી છે.