૩પ૦ કરોડ જખૌ ડ્રગ્સકાંડના તાર પંજાબ સુધી જ લંબાવવાની વકી..!

0
21

બલુચિસ્તાનના મોહમ્મદ કાદીરે છ પાક શખ્સોને બોટમાં પ૦ કીલો ડ્રગ્સનો આપેલ જથ્થો મંગાવનાર તરીકે પંજાબના શખ્સોનું જ નામ આવી શકે છે બહાર : મોહમ્મદ અને પંજાબ વચ્ચે કચ્છની સ્થાનિક કડી કોણ રહી છે? તે બહાર લાવવુ છે જરૂરી : ગુજરાત એટીએસની એક ટુકડી પંજાબ ભણી રવાના થઈ ગઈ હોવાની ચર્ચા..!

ગાંધીધામ : કચ્છના જખૌ દરીયાઈ વિસ્તારમાથી તાજેતરમાં જ ઈન્ડીયન કોસ્ટગાર્ડ તથા ગુજરાત એટીએસ દ્વારા પૂર્વ ચોકકસ બાતમીના આધારે અહીથી ૩પ૦ કરોડના જંગી ડ્રગ્સ-હેરોઈનના જથ્થાને પકડી પાડયો હતો. આ પ્રકરણમાં સત્તાવાર રીતે થયેલા ખુલાસાઓ અનુસાર બલુચિસ્તાનના મોહમ્મદ કાદરી નામના શખ્સે પાકીસ્તાની છ શખ્સોને બોટમાં હેરોઈન સાથે મોકલ્યા હતા. આ તમામની હાલમાં કડક પુછતાછ ચાલી રહી હોવાનુ મનાય છે તે વચ્ચે જ જાણકારોની વાત માનીએ તો આ કન્સાઈનમેન્ટની કડી પણ એક યા બીજી રીતે પંજાબ તરફ લંબાતી હેાવાનુ માલુમ પડી રહ્યુ છે. નાધનીય છે કે, આ પહેલા પણ કચ્છ કાંઠેથી જે હેરોઈનનો જથ્થો પકડાયો હતો તેના તાર પણ પંજાબની જેલમાં બેઠેલા નાઈઝીરીયન શખ્સો સુધી પહોચ્યા છે. આ શખ્સો જેલમાં હોવા ઉપરાંત પણ ડ્રગ્સના ડીલીંગ કરતા હોવાની વાત તે વખતે બહાર આવવા પામી હતી. હાલમા પણ ૩પ૦ કરોડના હેરોઈનના કેસમાં પણ ગુજરાત એટીએસની એક ટુકડી પંજાબ ભણી રવાના થઈ હોવાનુ કહેવાય છે. અહી પંજાબની સાથોસાથ જ કચ્છની સ્થાનિક કડીઓ પણ ઉજાગર થવી ખુબજ જરૂરી બની રહી છે.