૨૭-૨૮મીએ મોદી કેબિનેટ વિસ્તરણ

નવી દિલ્હી : નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટનું વિસ્તરણ આ સપ્તાહના અંતિમ દિવસોમાં ૨૭મીએ કે ૨૮મીએ થાય તેવી સંભાવના છે. રેલ દુર્ઘટનાને પગલે રેલ મંત્રી સુરેશ પ્રભુનું રાજીનામું લઈ લેવાય તેવી શક્યતા છે. બુધવારે પ્રભુએ રાજીનામું ઓફર કર્યું છે. ભાજપના કેટલાક મંત્રીઓના રાજીનામા લેવાય તેવી પણ શક્યતા છે. જેડી-યુ હવે એનડીએમાં આવી ગયો હોવાથી તેના બે મંત્રીને કેબિનેટમાં સમાવાશે તેવી સંભાવના છે. જોકે એઆઈએડીએમકે હજી કેબિનેટમાં જોડાશે કે કેમ તે અનિશ્ચિત છે. બીજી તરફ સંરક્ષણ મંત્રાલય ખાસ્સા સમયથી અરુણ જેટલી પાસે છે. દેશની સરહદે ચીન અને પાકિસ્તાન તરફથી તણાવ વધી ગયો છે તેવા સંજોગોમાં હવે ફુલટાઈમ સંરક્ષણ મંત્રી પણ જાહેર થાય તેવી સંભાવના છે.