૨૬/૧૧ હુમલાનો આરોપી તહવ્વુર રાણા હમણાં અમેરિકાની જેલમાં જ રહેશે

(જી.એન.એસ.)વોશિંગ્ટન,તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળનો કન્નડાઈ નાગરિક છે જેના પર પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે મળી ૨૦૦૮માં ભારતના મુંબઈમાં આતંકી હુમલાને અંજામ આપવાનો આરોપ છે, તેને ભારત લાવવાની સરકારે ખુબ કોશિશ કરી પરંતુ ફરી એકવાર સરકારને નિષ્ફળતા જ સાંપડી છે. અમેકિતી ડેસમાં હંઝ તહવ્વુર રાણાને ભારત પ્રત્યર્પિત કરવાને લઈ લૉસ એન્જલસની જજે સુનાવણી કરી. ભારત સરકારની અપીલ પર લૉસ એન્જલસમાં મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ જૈકલીન ચુલજિયાનની અદાલતમાં તહવ્વુર રાણાની સુનાવણઈ થઈ હતી. જેમાં જજ જૈકલીન ચુલજિયાને ડિફેંસ એટર્ની અને પ્રોસીક્યૂટર પાસેથી કેટલાંય વધુ કાગળો માંગ્યાં હતાં. જજે ૧૫ જુલાઈ સુધી બધાં કાગળ કોર્ટમાં જમા કરાવવા કહ્યું છે.ભારત સરકારે અમેરિકાની લૉસ એન્જલસની અદાલતમાં તહવ્વુર રાણા વિરુદ્ધ અપીલ દાખલ કરી રાખી છે. જેમાં ભારત સરકાર તરફથી આરોપ લગાવવામાં આવ્યો કે તહવ્વુર રાણાએ પોતાના બાળપણના મિત્ર ડેવિડ કોલમૈન હેડલી સાથે મળી મુંબઈમાં ૨૦૦૮ના આતંકી હુમલાને અંજામ આપવાનું ષડયંત્ર રચ્યું હતું. તહવ્વુર રાણાએ આતંકી હુમલાને અંજામ આપવા માટે પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની મદદ કરી હતી. મુંબઈમાં થયેલ આતંકી હુમલામાં છ અમેરિકન સહિત ૧૬૬ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.