૨૫ દિવસમાં પેટ્રોલ ૬.૦૯ અને ડીઝલ ૬.૩૦ રૂપિયા મોંઘુ થયું

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,છેલ્લા દોઢ મહિનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત અને ચિંતાજનક સ્તરે વધારો થઇ રહ્યો છે. દેશના તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને ચડી રહ્યા છે. છેલ્લા ૨૫ દિસવમાં જ પેટ્રોલ પ્રતિ લિટર ૬.૦૯ રૂપિયા મોંઘુ થઈ ગયું છે.આજે સરકારી તેલ કંપનીઓએ બંને ઇંધણના ભાવમાં વધારો કર્યો નથી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પેટ્રો ની કિંમતમાં ૨૯ પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે ડીઝલના ભાવમાં ૩૦ પૈસા વધારો થયો હતો. આજે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત ૯૬.૪૧ રૂપિયા છે અને ડીઝલની કિંમત ૮૭.૨૮ રૂપિયા છે.૪ મેથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. હાલ ઇંધણ ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. ૨૫ દિવસમાં સતત મોંઘા થઇ રહેલા બળતને આમ આદમીની ચિંતામાં વધારો કર્યો છે પેટ્રોલ ૬.૦૯ પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે જયારે ડીઝલમાં ૨૫ દિવસમાં લિટર દીઠ ૬.૩૦ રૂપિયા વધારો કરાયો છે.