૨૩મી સપ્ટેમ્બરે દુનિયાનો આવશે અંત

વોશીંગ્ટન : શું ર૩મી સપ્ટેમ્બરે દુનિયાનો અંત આવશે ? સોશ્યલ મીડીયા અને ટીવી ચેનલો ઉપર હાલ આ સવાલ ચર્ચાનું કેન્દ્ર બનેલ છે. દુનિયાભરમાં કોન્સપીરેસી થ્યોરીસ્ટ્‌સનો દાવો છે કે ર૩મી સપ્ટેમ્બરે એક ગ્રહ પૃથ્વી સાથે ટકરાવવાનો છે અને તેની સાથે ધરતી પર જીવનનો અંત આવી જશે. જો કે વૈજ્ઞાનિકો આવી કોઇ આશંકાને નકારી રહ્યા છે. પ્લેનેટ એકસ ધ ર૦૧૭ અરાઇવલના લેખક ડેવીડ મીડેનો દાવો છે કે ર૩મીસપ્ટેમ્બર ર૦૧૭ના રોજ પ્લેનેટ એકસ નામથી જાણીતો ગ્રહ નીબેરૂ ધરતી સાથે ટકરાવવાનો છે. વૈજ્ઞાનિક આ ગ્રહના અસ્તિત્વને લઇને ઇન્કાર કરી રહ્યા છે પરંતુ ડેવીડ પોતાના દાવાને લઇને ચોક્કસ છે.ડેવીડનું કહેવુ છે કે પવિત્ર ધર્મગ્રંથ બાઇબલના પઠન બાદ હું મારા દાવાને લઇને ચોક્કસ છું. ડેવીડ સંગ અન્ય કોન્સપીરેસી થ્યોરીસ્ટ્‌સ ઓલ્ડ ટેસ્ટામેન્ટ પુસ્તક (બાઇબલનો પ્રથમ ખંડ)ના ચેપ્ટર ૧૩ની ૯મી અને ૧૦મી આયતનો હવાલો આપી રહ્યા છે. જેમાં લખાયુ છે કે જુઓ કયામતનો દિવસ આવી રહ્યો છે એક નિર્દયી દિવસ, જે ક્રોધ અને ભયંકર દિશાની સાથે આ ભુમિને ઉખાડી દેશે અને તેમા રહેનારા પાપીઓનો નાશ કરી દેશે. સ્વર્ગના સિતારા અને તેના તારામંડળ પોતાની રોશની નહી બતાડે અને ઉગતો સુરજ અંધકારમય બની જશે અને ચંદ્રમાં પોતાનો પ્રકાશ આપી નહી શકે.ડેવીડના જણાવ્યા પ્રમાણે ર૧ ઓગષ્ટે અમેરિકામાં પડેલી સંપુર્ણ સુર્યગ્રહણ આ બાબતનો પુરાવો છે કે ધરતીના અંતનો સમય હવે નજીક છે. વિનાશની શરૂઆત સુર્યગ્રહણ સાથે થઇ ચુકી છે.માન્યતા છે કે નીબેરૂ ગ્રહના એલીયન્સે જ આપણા માણસોને ધરતી પર જન્મ આપ્યો હતો. એલીયન્સ પહેલી વખત આફ્રિકામાં સોનાની ખાણ માટેના ખોદકામ માટે આવ્યા હતા. તેઓને એ માટે એક ફોર્સની જરૂર હતી તેથી તેમણે માણસો બનાવ્યા હતા.