૨૦ લાખથી વધુ મુસ્લીમ દ્વારા હજ યાત્રા શરૂ કરાઇ

મક્કા : દુનિયાભરના ૨૦ લાખથી વધારે મુસ્લીમ લોકોએ ઇસ્લામના સૌથી પવિત્ર ગણાતા સ્થળ પર હજ યાત્રા શરૂ કરી દીધી છે. આ વર્ષે શિયા બહુમતિવાળા ઇરાનના જાયરીન એ હજ દ્વારા ફરીથી સાઉદી અરબની મક્કાની યાત્રા કરનાર છે. વર્ષ ૨૦૧૫માં ભાગદોડમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા બાદ બન્ને ક્ષેત્રીય હરિફો વચ્ચે રાજકીય વિવાદ સર્જાઇ ગયો હતો. ત્યારબાદ ઇરાનમાંથી ગયા વર્ષે જાયરીન એ હજ મોકલી દેવામાં આવ્યા ન હતા. આ વખતે હજ યાત્રા એવા સમયમાં શરૂ થઇ છે જ્યારે સાઉદી અરબની સાથે સાથે અન્ય અખાત દેશો મોટા સંકટમાંથી પસાર થઇ રહ્યા છે. મક્કાની મસ્જીદ અલ હરામમાં હજ માટે દુનિયાના ચારેબાજુથી મુસ્લીમ સમુદાયના લોકો પહોંચી ગયા છે. હજ કરવા માટે પહોંચી ગયેલા લાખો લોકો મીનામાં જવા માટે રાહ જાઇ રહ્યા છે. ત્યાં લાખો લોકો અરાફાતની પહાડી પર જતા પહેલા જમા થનાર છે. અરાફાતની પડાહી પર હજનુ ખાસ મહત્વ રહે છે. વિદેશ રાજ્યપ્રધાન એમજે અકબરે બુધવારના દિવસે મક્કાની પાસે સ્થીત ખેમોના શહેર મીનામાં જઇને હજ માટે એકત્રિત થયેલા ભારતીય લોકો સાથે વાતચીત કરી હતી. મીનામાં હાલના સમયમાં ભારત તરફથી ૧૭૦૦૦૦ લોકો એકત્રિત થયા છે. જે હવે અરાફાત પહાડી માટે રવાના થઇ ગયા છે.  તેમની સાથે સાઉદી અરબમાં ભારતીય દુત અહેમદ જાવેદ પણ છે. ભારતીય હાજી પણ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. સ્થીતી પર નજર રખાઇ રહી છે.