૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં લઘુમતિ મોરચાની ભૂમિકા મહત્ત્વની : આમદભાઈ જત

નલિયામાં અબડાસા ભાજપ લઘુમતિ મોરચાના આગેવાનોની જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાંયોજાઈ બેઠક

 

નલિયા : ૨૦૧૯ ની લોકસભા ચુંટણીમાં લઘુમતિ મોરચાની ભુમિકા મહત્ત્વની છે તેવું ગુજરાત વકફ બોર્ડના ડાયરેક્ટર અને કચ્છ જીલ્લા ભાજપ લઘુમતિ મોરચાના અધ્યક્ષશ્રી આમદભાઈ જતે નલીયા મધ્યે યોજાયેલ તાલુકા ભાજપ લઘુમતિ મોરચાના આગેવાનોની બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતું. આમદભાઈ જતે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા લઘુમતિઓના વિકાસ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી છે તેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને સાચી હકીકત રજુ કરવા માટે તેમણે લઘુમતિ અગ્રણીઓને અપીલ કરી હતી.તાલુકા ભાજપ લઘુમતિ મોરચાને તેમણે સુંદર આયોજન બદલ અભિનંદન આપી હાજી અલાનાભાઈ સુમરાની સંગઠનશક્તિને બિરદાવી હતી. અબડાસા તા.પં. કારોબારી ચેરમેન મહેશોજી સોઢાએ લઘુમતિઓના પ્રશ્નો માટે તાલુકા-જીલ્લા અને રાજ્ય કક્ષા સુધી સંકલન સાધી ઉકેલ માટે પ્રયત્નો કરવા તેમણે ખાતરી આપી હતી.આ પ્રસંગે તા.પં.ઉપપ્રમુખ હકુભાઈ જુવાનસિંહ જાડેજા, જીલ્લા ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી મામદશા બાવા, તાલુકા ભાજપ પ્રમુખ ઉંમરશીભાઈ ભાનુશાલી, મહામંત્રી હિંમતસિંહ વનરાજસિંહ જાડેજા (મુન્નાભાઈ – પંચવટી), માજી તા.પં. ઉપપ્રમુખ સાલેમામદ મંધરા, કિશાન મોરચાના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, અનુ.જાતિ મોરચાના પ્રમુખ મનજી મહેશ્વરી, સા.ન્યાય સમિતિના સામતભાઈ ગોરડીયા, સૈયદ કાદરશા બાવા, નોડે ઈસમાઈલ ભચુ, ઈશાભાઈ, જીલ્લા લઘુમતિ મોરચાના ઉ.પ્રમુખ જુણસભાઈ કુંભાર, મંત્રી મામદભાઈ સંઘાર, તા.પં.સભ્ય જુવાનસિંહ પી.જાડેજા, જયદિપસિંહ જાડેજા, પરેશસિંહ બી.જાડેજા, વેરશીંભાઈ સંજોટ, હાજી હારૂનભાઈ, મામદભાઈ જત, હાજી હસનભાઈ, કરીમભાઈ સુમરા, ભરતસિંહ જાડેજા, જેન્તી ચૌહાણ સહીત લઘુમતિ મોરચાના અને વિવિધ મોરચાના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આયોજન માટે તાલુકા લઘુમતિ મોરચાના પ્રમુખ શફીરમામદ હાજી અલાના સુમરા તથા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.સંચાલન માજી તા.પં.ઉપપ્રમુખ હાજી અલાનાભાઈ સુમરાએ અને આભારવિધી મહામંત્રી જત આમદ નિજામુદ્દીને કરી હતી.