૨૦મી જાન્યુઆરીએ ગુજરાત વિધાનસભાનું ખાસ સત્ર યોજાશે

ગાંધીનગરઃ ચૂંટણી પછી વિધાનસભાના પ્રથમ સત્ર માટે સરકારે તૈયારી શરૂ કરી છે અને ૨૦મી જાન્યુઆરીથી બે દિવસનું ખાસ સત્ર યોજવામાં આવે તેવી શકયતા છે.
વિધાનસભાના બે દિવસના આ ખાસ સત્રમાં અઘ્યક્ષની નિમણુંક અને ધારાસભ્યોની શપથવિધિ યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭મીએ ગુજરાતની મુલાકાતે આવતા હોવાના કારણોસર આ સત્ર મોડુ કરવામાં આવ્યું છે.
નાયબ મુખ્યપ્રધાન શ્રી નીતીન પટેલે કહ્યું કે સત્ર માટે રાજયપાલ પાસે સમય માંગવામાં આવ્યો છે. ૧૭મી જાન્યુઆરી પછી અને ૨૫મી પુર્વે યોજવા સુચવાયુ છે. આ સત્ર બે દિવસનું રહેશે. રાજય સરકારે બજેટ સત્ર માટેની પણ તૈયારી શરૂ કરી છે જે ફેબ્રુઆરીના અંતે યોજાશે.