૧ અપીલ સખાવતી કચ્છને..! સમાજો-મહાજનો-સંસ્થાઓ આવે આગળ

  • આ લડાઈ લાંબી છે… કોરોના સામે લડવી પડશે સહિયારી લડત..!

સરકાર માથે માત્ર માછલાં ધોવાથી કોરોના નહીં ભાગે : આ સમય રાજકારણ કે, ટીકા-ટિપ્પણીનો નથી..! : આભ ફાટયું ને થીગડા દેવાની તંત્રને આવી છે નોબત.! : કુદરતી હોય કે, કૃત્રીમ, કચ્છ જિલ્લો હંમેશા સ્વબળે થયો છે બેઠો

વીર દાતાર જગડુશાની ભૂમિ કચ્છે વધુ એક વખત ખમીરી-ખુમારી દર્શાવવાનો પાકયો છે સમય : વાવાઝોડા હોનારત, મહાવિનાશક ભૂકંપ, અછત-દુષ્કાળના ડાકલા, બન્ની અતીવૃષ્ટી તથા સ્વાઈનફ્લુમાં ગુજરાતને કચ્છ મોડેલની ભેટ આપનાર કચ્છી માડુઓ કોરોનામાં પણ દાખવે સદાવ્રત

આ વખતે રાજકારણીઓ ફક્ત ફોટા-પ્રેસ યાદીઓ કરવામાં જ રહ્યા પાવરધા : સેવાના નામે માત્ર દેખાડ્યો ઠેંગો કે પછી આવડતનો છે અભાવ

સમાજો અને સંસ્થાઓ કોમ્યુનીટી હોલ કોવિડ કેર માટે સરકારને આપે, અથવા સરકારની માર્ગદર્શિકા અનુસાર સમાજના લોકોને માટે જ હોમકવોરેન્ટાઈન સમાન વ્યવસ્થાઓ સમાજવાડીના રૂમોમાં વિકસાવે, સમાજના લોકોની કોરોનાની યાદી સંકલિત કરે અને સામાજિક તબક્કે જ ચા-નાસ્તા-ભોજન કે દવાઓ સહિતની વ્યવસ્થાઓમાં બને મદદરૂપ : મહાજનો પણ કોરોના માટેકારગત નીવડતા સ્ટીમ્યુનાઈઝર, નાશ-સ્ટીમ માટેના સાધનો-મશીનો સહિતની સવલતો માટે બને મદદરૂપ

ગાંધીધામ : કચ્છની અલાયદી જ બોલી-ભાષા છે અને આ પ્રેદશના લોકોની ખમીરી અને ખુમારી પણ જગવિખ્યાત રહેલી છે. કુદરતી હોય કે કૃત્રિમ આફત, કચ્છીજનો ખભ્ભેખભ્ભા મીલાવી અને મોટામાં મોટી પડકારજનક સ્થીતીમાં પણ ફિનિક્ષ પક્ષીની જેમ બમણા જોરે બેઠા થઈ અને કચ્છીપ્રદેશની તાસીરના દર્શન-કચ્છીયતનો ચમકારો દેશ-દુનીયાને સતત આપતા જ રહ્યા હેાવાનો સુવર્ણ ઈતિહાસ રહેલો છે. હાલમાં પણ વૈશ્વીક મહામારી કોરોનાએ માજા મુકી દીધી છે, ભારત-ગુજરાતની સ્થીતી કપરી બની જવા પામી ગઈ છે. કચ્છ પણ તેમાથી બાકાત નથી રહ્યુ છે. સરકારને માટે પણ જાણે કે, આભ ફાટી ચુકયુ છે અને થીગડું મારવાની અવસ્થા તંત્રની થવા પામી ગઈ છે. કોરોનાને ઝડપથી નિયંત્રિત કરવા સરકાર તમામ મોરચે સક્રીય છે છતા પણ સ્થીતી બેકાબુ બની જવા પામી ગઈ છે. દરમ્યાન જ હવે સરકાર પર માત્ર માછલા ધેાવાથી કોરોના નિંયંત્રિત નહી થાય, આ સમય રાજકારણનો કે ટિકાટિપ્પણીનો નથી, કોરોના આતંકવાદીકરતા પણ ખતરનાક બીમારી છે તેની સામે બહાદુરી અને લાગણીવેળાઓ કોઈ પણ રીતે ચાલતી નથી. સાવચેતી જ સલામતી અને સુરક્ષા બની રહેશે એટલે આપણે સૌ કોરોનાની ગાઈડલાઈનની સ્વયં ભુ અમલવારી કરીએ તેની સાથોસાથ જ સરકાર અને તંત્રને સહકાર આપીએ તે જ સમયનો તકાજો બની જવા પામી ગયો છે.
આપણે સૌ રોજ સવાર પડેને અખબારોમા વાંચીએ છીએ કે, સરકાર પાસે બેડ નથી, ઓકસીજન ખલ્લાસ થાય છે, વેન્ટીલેટરનો અભાવ છે, ઈન્જેકશોનો ખુટી રહ્યા છે, આવા સમયે માત્ર આ ઘટનાઓના વાંચક બનીને ટીકાકાર થવાના બદલે કચ્છ અને કચ્છી માડુ ફરીથીવધુ એક વખત કચ્છીયતના ખરા દર્શન કરાવવા આગળ આવે તે કસોટીનો સમય આવી ચૂકયો છે. આ તબક્કે એક અપીલકચ્છની સખાવતી સંસ્થા, સમાજો અને મહાજનોને પણ કરવાની થાય છે. સરકાર પાસે માળખા જયારે ઓછા પડી રહ્યા છે ત્યારે સૌ કેાઈ સમાજ સમાજશકિતના દર્શન કરાવવાની ઉમદા તક આ તબક્કે ઝડપી શકે તેમ છે. હાલના સમયે સૌ પ્રથમ તો મોટા મોટા સમાજ પોતાની સમાજવાડીઓ-કોમ્યુનીટી હોલ સરકારને કોવીદ કેરની વ્યવસ્થાઓ માટે આપવાની જાહેરાત કરી દેખાડે. સરકાર સહમતી આપે તો સરકારની ગાઈડલાઈન અનુસાર આ સમાજવાડીમાં કોવિદ કેર વિભાગો શરૂ કરવાની પણ વ્યવસ્થામાં મદદરૂપ બને. આ ઉપરાંત દરેક સમાજ તેઓના સમાજના લોકોમા કોને કોને કોરોના છે તેની યાદી તૈયાર કરી અને આવા દર્દી અને તેમના પરીવારજનોને યથાયોગ્ય મદદરૂપ થવાનો સેવાયક્ષ આદરે. દવા-ઈન્જેકશન અથવા અન્ય કોઈ તબીબી મદદ થઈ શકે તો તે તાત્કાલીક શરૂ કરાવે. સમાજના દર્દીઓને માટે ચા-નાસ્તા અને ભોજન જેવી વ્યવસ્થાઓ થાય તો તે કરવાની દીશામાં પણ સક્રીયતા દાખવી ઘટે. આ રીતે કચ્છના મહાજનો કે જેઓની દિલરી-દાતારી પણ જગવિખ્યાત રહેલી છે તેઓ પણ કોરોનાના કપરા સમયમાં આગળ આવે અને તેમની વિશાળ હૃદયની ભૂમિકા ભજવી દેખાડે.
અહી નોધનીય છે કે,વીર દાતાર જગડુશાની ભુમિ કચ્છે વધુ એક વખત ખમીરી-ખુમારી દર્શાવવાનો પાકયો છે સમય અને તેમા જરા સહેજ પણ પાછીપાની ચલાવી શકાય નહી. યાદ અપાવુ રહ્યુ કે, કુદરતી હોય કે, કૃત્રીમ, કચ્છ જિલ્લો હમેશા સ્વબળે થયો છે બેઠો. એ ૧૯૯૮ના કંડલા વાવાઝોડાની હોનારત હોય કે પછી ર૦૦૧ના મહાવિનાશક ભુકંપની થપાટ, કે પછી વરસાવરસ આવતી અછત-દુષ્કાળની સ્થીતી કે બન્ની અતવૃષ્ટીનો ગંભીર કાળ..કે પછી આખાય ગુજરાતમાં ફાટી નીકળેલ સ્વાઈનફલુમાં મોખરેે રેહલા કચ્છ જિલ્લામાં જ આ બીમારીને સૌ કોઈએ એક થઈને નિયંત્રીત કરીને રાજયઆખાયને કચ્છ મોડેલ આપ્યાની જ કેમ ન હોય વાત…! તત્કાલીક કલેકટર મહેન્દ્ર પટેલના એક જ કોલને કચ્છઆખાય ઉપાડી લીધો હતો અને સ્વાઈનફલુ કે જે શેરી-શેરીએ દેખા દેતો હતો અને રાજય સરકાર માટે પણ કચ્છમાં વકરેલો સ્વાઈનફલુ પડકાર અને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો હતો તેને લોકભાગીદારીથી નેસ્તનાબુદ કરી અને ન માત્ર સ્વાઈનફલુ કચ્છ બનાવી દીધુ બલ્કે બાદમાં આનંદીબેન પટેલની તત્કાલ સરકારે તંત્ર-સરકાર અને લોકોની જનભાગીદારીના એ આયોજનને કચ્છ મોેડેલ નામી આપી આખાય રાજયમાં તેની અમલવારીના આદેશ આપી દીધા હતા. આ વખતે ફરીથી કોરોનાની સામેના જંગમા કચ્છની સખાવતી સંસ્થા, મહાજનો અને સમાજો આવી જ પથદર્શન કાર્યવાહી કરી દેખાડે તે જ સમયતો તકાજો કહી શકાય.