૧૪ એમ.એમ. વરસાદમાં ગાંધીધામ સુધરાઈની પોલ ખુલી : ઠેર-ઠેર પાણી ભરાયા : લોકો ત્રસ્ત

ગાંધીધામ : હવામાન વિભાગની આગાહી અનુસાર જ ગત રોજ રાજયમાં અન્યત્ર સહિત કચ્છમાં પણ વાગડ સહિત નખત્રાણા સુધી ઠેર ઠેર ભારે વરસાદ વરસી જવા પામી ગયો છે.દરમ્યાન જ પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામમાં પણ ગત રોજ બપોરના કાળા ડીબાંગ વાદળોની સવારીએ મેઘરાજા આવી પહોંચ્યા હતા અને થોડા સમયમાં અહી પણ ૧૪ એમ એમ જેટલો વરસાદ કડાકા-ભડાકા સાથે વરસી જવા પામી ગયો છે.વરસાદના પગલે બફારામાં અને આંશિક ઉકળાટમાં સેકાતા ગાંધીધામ સંકુલના લોકોને રાહત મળવા પામી હતી. તો બીજીતરફ ગાંધીધામ સંકુલમાં માત્ર ૧૪ એમએમ વરસાદમાં જ ઠેર ઠેર જળભરાવની સ્થિતી સર્જાઈ જવા પામી ગઈ હતી. ગાંધીધામ શહેર તો ખાડાધામ બનેલુ જ હતુ તેવામાં વરસાદી પાણી ભરાઈ ગયા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને અનેક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી ગયો હતો. તો વળી આ પ્રકારના જળભરાવની સ્થીતી થવાથી નગરપાલીકાની કામગીરીની પણ પોલ અહી ખુલી જવા પામી હતી. સુધરાઈના પ્રિમોનસુન પ્લાન પાણીમાં ગયા હોવાની સ્થિતી સર્જાઈ જવા પામી છે.