૧૪ એપ્રીલ સુધી એલએલડીસી મ્યુઝિયમની ગેલેરી મુલાકાતીઓ માટે બંધ

ભુજ : શ્રૃજન સંચાલિત અજરખપુર, ભુજ ખાતે આવેલ ક્રાફટ મ્યુઝિયમ લિવિંગ એન્ડ લર્ન્િંાગ ડિઝાઈન સેન્ટર ખાતે કચ્છના વિવિધ હસ્તકળાઓના કારીગરોને સમર્પિત ઈન્સ્પીરેશન ગેલેરી (પ્રેરણા ગેલેરી)માં ચાર મહિને પ્રદર્શિત થનાર દુનિયાભરની હસ્તકળાઓ કે, જેમાં એમ્બ્રોઈડરી, વિવીંગ, પેઈન્ટીંગ વગેરે વિવિધ શૈલીઓ અને આકર્ષક સ્વરૂપોના નમૂનાઓ આધુનિક રીતે અનોખા અંદાજથી રજૂ કરાય છે.

હસ્તકળાના બેજાેડ નમૂનાઓની યોગ્ય સુરક્ષા અને જાળવણીના હેતુસર ચાર માસ પૂર્ણ થયે મ્યુઝિયમની ઈન્સ્પીરેશન ગેલેરીમાં પ્રદર્શિત તમામ હસ્તકળાની બેનમૂન કૃતિઓ બદલાવી, નવા પ્રદર્શનની કૃતિઓને મુકવામાં આવે છે. આ પ્રક્રિયાના ભાગરૂપે હાલમાં ફરી કામગીરી શરૂ કરવાની હોવાથી આજે ૧૦મી એપ્રીલથી ૧૪ સુધી મ્યુઝિયમ ગેલેરી મુલાકાતીઓ માટે સદંતર બંધ રહેશે. તા. ૧પમી એપ્રીલ ગુરવારથી ફરી નવા પ્રદર્શન, તનછોઈના નવા સ્વરૂપ સાથે મ્યુઝિયમ ગેલેરી ખુલ્લી મુકવામાં આવશે. જે તનછોઈ સાડીઓ, વસ્ત્રો અને કાપડના અનેરા અને અદ્દભૂત હસ્તકળાના વિવિધ રંગો અને ડિઝાઈનના નૂતન નમૂનાઓથી સુસજ્જ હશે. આ દરમિયાન એલએલડીસી મ્યુઝિયમની મુખ્ય ગેલેરી એટલે કે લિવિંગ એમ્બ્રોઈડરીઝ ઓફ કચ્છનું મુખ્ય પ્રદર્શન ચાલુ રહેશે.

ઈન્સ્પીરેશન ગેલેરીમાં જગતભરના બેનમૂન વિવિધ નમૂનાઓને પ્રદર્શિત કરનારા અને દર ચાર મહિને બદલનારા એક- એકથી ચઢિયાતા પ્રદર્શનોને એક સ્થળે નિહાળવા તે એક લ્હાવો છે. આ વિવિધ પ્રદર્શનો પૈકીનું પ્રદર્શન ચિત્રકારો, બ્લોક પ્રિન્ટરો અને ભરતકામના કારીગરોની અદ્દભૂત કૃતિઓના સન્માન માટે રીલીજીયસ ટેક્ષટાઈલ્સ, પ્રદર્શિત થયું હતું, જેમાં પીછવાઈ માતાની પછેડીને ફડ પેઈન્ટીંગ સ્વરૂપે ઉદ્દઘાટીત થયેલું છે. ત્યારબાદ ચાર મહિના પછી એટલે કે એપ્રિલ-૧૯માં આ રીલીજીયસ ટેક્ષટાઈલ્સનું પ્રદર્શન પૂર્ણ કરી નવુ દ્વિતીય પ્રદર્શન (બીજાે શો) આરી ઃ એક ટાંકો વૈવિધ્યસભર ભવ્ય ભરતકામનો શુભારભ થયેલો છે. ત્યારબાદ તૃતિય પ્રદર્શન (ત્રીજાે શો) ઝરી ઃ વસ્ત્ર અને ધાતુનો સંવાદ યોજવામાં આવ્યો હતો. જયારે હાથમાં ચોથું પ્રદર્શન (ચોથો શો બનાસર ઃ વાર્તા કિનખાબનીનું પ્રદર્શન ચાલુમાં હતું.