૧૩મીથી ભાજપ અધ્યક્ષ શાહ ફરી ગુજરાતમાં

સીએમ સહિતનાઓની સાથે કરશે મુલાકાત : સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અંગે કરી શકે છે ચર્ચા પરામર્શ

 

ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ ફરીથી બે દીવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેઓ આગામી ૧૩મી અને ૧૪મી જાન્યુઆરીના રોજ ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ઉત્તરાયણનો પર્વ શાહ અમદાવાદમાં બનાવશે. ઉપરાંત આગામી દીવસોમાં અહી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ મામલે પણ તેઓ સીએમ સહિતના પક્ષના પ્રદેશના મોભીઓની સાથે મુલાકાત કરશે તેમ માનવામા આવી રહ્યુ છે.