૧૨૦૦ શિક્ષકોએ પેન્શનના લાભ માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

(જી.એન.એસ.)અમદાવાદ,ગુજરાત હાઈકોર્ટમાં ૧૨૦૦ શિક્ષકો પોતાના પેન્શનના લાભ માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જેમાં એપ્રિલ ૨૦૦૫ પહેલાંના કર્મચારીઓને છેલ્લા પગારના આશરે પચાસ ટકા એટલે કે છેલ્લો પગાર પચાસ હજાર હોય તો આશરે પચીસ હજાર પેન્શન સરકારી પેન્શન સ્કીમમાં મળે છે. તેમાંથી તે નિવૃત્તિ પછી સન્માનપૂર્વક આત્મનિર્ભર જીવન જીવી શકે તેવો સામાજિક સુરક્ષાનો કોન્સેપ્ટ હતો. એપ્રિલ ૨૦૦૫ પછી ફૂલ પગારમાં આવેલા કર્મચારીઓને સરકારી પેન્શન યોજના જીપીએફ બંધ કરીને નવી પેન્શન સ્કીમમાં સમાવેશ કરેલો છે. તેનાથી નિવૃત્તિ કે કર્મચારીનું અવસાન થાય તો બે હજાર પેન્શનમાં તેઓને જીવન જરૂરિયાતના ખર્ચમાં મદદ થાય.આ અંગે સમાજ સુરક્ષાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાંથી નવી પેન્શન યોજનાનો વિકલ્પ આપેલો છે તેવો વિકલ્પ હાલની સ્પે સી એ નંબર ૧૦૬૧૩/૨૦૨૧ના પિટિશનમાં જોડાયેલા નગરપાલિકા કે જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષકોને આપેલો નથી. આ શિક્ષકોને ફિક્સ પગારની નોકરીની સિનિયોરિટી આપવાનો નવેમ્બર ૨૦૧૯માં શિક્ષણ વિભાગનો ઠરાવ થયો છે, તો પણ તેમને સરકારી પેન્શન યોજનાનો લાભ આપેલો નથી.વધુમાં ગુજરાત રાજ્યના ૨૦૦૫ અગાઉ એક જ તારીખે એક જ જાહેરાતથી ફિક્સ પગારમાં જોડાયા છે. તેમાંના કેટલાકને બે કે ત્રણ વર્ષમાં જગ્યા ખાલી પડતા ફુલ પગારમાં આવી જવાથી સરકારી પેન્શન યોજનાનો લાભ મળે છે. જ્યારે એક જ તારીખ અને જાહેરાતથી જોડાયા હોય તેવા અનેક શિક્ષકોને સરકારે પોતે પાંચ વર્ષ પહેલા ફુલ પગારમાં લીધા ના હોવાથી અને ફિક્સ પગારમાં રાખેલા હોવાથી તેઓ એપ્રિલ ૨૦૦૫ પછી ફુલ પગારમાં આવવાથી નવી પેન્શન યોજનામાં આવી ગયેલા હોવાથી મોટો અન્યાય થયેલો છે. જેમાં તેમનો પોતાનો કોઈ વાંક ગુનો જ નથી. આથી તેઓ હાઇકોર્ટના શરણે આવ્યા છે.