૧૧મી જુલાઇ વિશ્વ વસતી દિવસ : નાનો પરિવાર હોવો એ પણ એક રાષ્ટ્રભક્તિ છે

અદાણી મેડિકલ કોલેજના પ્રાધ્યાપકે વસતી વિસ્ફોટ સામે જાગૃતિનો સંદેશ પ્રત્યેક પરિવાર સુધી પહોંચાડવા કર્યું આહ્‌વાન

ભુજ : સમગ્ર વિશ્વમાં વધતી જતી જનસંખ્યા પ્રત્યે સયુંકત રાષ્ટ્ર વિકાસ દ્વારા દર વર્ષે ૧૧મી જુલાઈના  જનતાનું ધ્યાન દોરવા ઉજવાતા વિશ્વ વસ્તી દિન નિમિતે અદાણી મેડિકલ કૉલેજના પ્રાધ્યાપકે જણાવ્યું હતું કે, વસ્તી વિસ્ફોટ એ ભારત સહિત વિશ્વમાં અનેક સમસ્યા સર્જી છે  ત્યારે નાનો પરિવાર રાખવો એ પણ એક રાષ્ટ્રભક્તિ જ છે તેવો સંદેશો એવા લોકો સુધી પહોંચાડવો જરૂરી છે કે જે પરિવાર વસ્તી નિયંત્રણનું મહત્વ જાણતા નથી.

અદાણી મેડિકલ કૉલેજ ભૂજના કોમ્યું મેડિસન વિભાગના આસી. પ્રોફેસર ડોક્ટર સરસ સંચોયાએ જણાવ્યું હતું કે, સયુંક રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં ૧૧મી જુલાઇ ૧૯૮૯ વિશ્વ દિવસ ઉજવવાનું નક્કી કર્યું . વસ્તી વિસ્ફોટની અસરો અંગે તેમણે કહ્યું કે, તેની મોટી અસર ખાદ્યાન્ન અસુરક્ષા ઉપર પડી છે. પરિણામે કુપોષણ અને ભૂખમરાની સમસ્યા વધી છે. શિક્ષણ, સ્વાસ્થ્ય પણ એટલું જ ગંભીર બન્યું છે. ઉપાયો સૂચવતા તેમણે પ્રકાશ પડ્યો હતો કે, વસ્તી નિયંત્રણ માટે લોકોને જાતિ સબંધી શિક્ષિત કરવા, લિંગભેદ દૂર કરવા, વસ્તી નિયંત્રણ માટે ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ, જાતિવાદી રૂઢિગત માન્યતાઓ સામે જાગૃતિ કેળવવી, સમય પહેલા માતૃત્વ ધારણ ન થાય તે માટે સાવધાની રાખવી, સ્ત્રી-પુરુષના આધિકારો માટે અસરકારક કાનૂન, દીકરો દીકરી સમાન ગણવા, દરેકને ભોજન, શિક્ષણ અને સ્વાસ્થ્યનો અધિકાર સુનિશ્ચિત કરવા તેમજ કુદરતી અને માનવ સંશાધન સંતુલિત કરવાના ઉપાયો જરૂરી છે તો જ વસ્તી ઉપર નિયંત્રણ આવી શકે.

ભારતની વાત કરીએ તો આઝાદી વખતે ૩૪ કરોડની જનસંખ્યા હતી. આજે ૧૩૯ કરોડ છે. આ રીતે આગામી દાયકામાં વસ્તી ૧.૫ અરબ થઈ શકે છે. અત્યારે દુનિયાની લગભગ ૧૮ ટકા વસ્તી એકલા ભારતમાં છે. આચિંતાનો વિષય છે. પરિણામે સંશાધનનું સંતુલન ખોરવાય છે. એટલે જ વસ્તી ઉપર નિયંત્રણ આવે તો ભારતનું ભવિષ્ય સોનેરી બની શકે છે.