૧૦ વર્ષ જુના મારામારીના કેસમાં આરોપીઓને ૭ વર્ષની કેદની સજા

ગાંધીધામના બીજા એડી.સેશન્સ જજ ડી.આર. ભટ્ટનો ધાક બેસાડતો આદેશઃ સરકારી વકીલ કુ. હિતેષીબેન પી. ગઢવીની અસરકારક દલીલો ફળી

 

ગાંધીધામ : કેસની ટુંકી હકિકત જોતા આ કામે ફરીયાદી રામ નરેશ યાદવ, રહે.ગાંધીધામવાળા આ કેસની ટુંકી હકિકત એવી છે કે, તાઃ૦૬-૦૬-ર૦૦૮ ગાંધીધામ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.રા.નં.૩૦૭/ર૦૦૮ આઈ.પી.સી.ની કલમ ૧૪૧, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩૦૭, ૩ર૬, ૩રપ, ૩ર૪ તળે ગુનો નોંધાયો હતો.
બનાવની વિગત એવી છે કે, આ કામે ફરીયાદીના ભાઈ રેણુબેન મદનલાલ યાદવ, રહે. ગળપાદર ગામની સીમ, રાજવીર રીસોર્ટ ગાંધીધામવાળી જગ્યાએ બપોરના સમયે આરોપીઓના છોકરાનો ક્રિકેટ રમતા હતા તે સમયે બોલ રેણુબેનના ઘરમાં આવતા રેણુબેને ઠપકો આપેલ જેથી બાળકો ગાળાગાળી કરતા ઘરે ચાલ્યા ગયેલ પછી સાંજના ૭ઃ૩૦ કલાકે ફરીયાદી તેમજ ઈજા પામનાર મદન યાદવ, છતીસ યાદવ, છોટુ યાદવ, સંજય યાદવ જેઓ પોતાના મજુરી કામ કરી ઘરે પરત ફરેલા ત્યારે આરોપીઓએ બપોરના થયેલ ઝઘડાઓનું મનદુઃખ રાખી આરોપી ધર્મેન્દ્ર ભરવાડ તેમજ તેમની સાથેના અન્ય આઠ ઈસમો લાકડી, ધારીયા, લોખંડના પાઈપ જેવા હથિયારોથી ગેરકાયદેસર મંડળી બનાવી તેમને જાનથી મારી નાખવાના ઈરાદે ઈજા પામનાર મદન યાદવ તેમજ છોટુ યાદવ, અવિષ યાદવ, ને ધારીયાથી તેમજ લોખંડના પાઈપથી માથાના ભાગે ગંભીર ઈજાઓ કરેલી જેથી રેણુબેન ફરીયાદીને બોલાવતા તમામ વ્યકિતઓ લોહી લુહાણ હાલતમાં મળેલા હતા અને આરોપીઓ ભાગી ગયેલ હતા. જેથી ઈજા પામનારાઓને સારવાર માટે લઈ જતા સમયે પણ આરોપીઓએ ફરી હુમલો કરતા ફરીયાદીને તેમજ સુભાષ યાદવને પણ ફ્રેક્ચર જેવી ઈજાઓ થયેલી. પ્રથમ તેમને રામબાગ હોસ્પિટલે દાખલ કરવામાં આવેલ અને હાલત ગંભીર હોતા તેમના બાદમાં તમામ ઈજા પામનારાઓને આદિપુરની મંગતરામ જીવરામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અને તમામ આરોપીઓ નામે જોરાવરસિંઘ ઉર્ફે જોગરાવ રહે.ગળપાદર, નરેન્દ્રસિંહ વાઘેલા, રહે.ભારતનગર, અજયસિંહ અનુભા જાડેજા, રહે.ગળપાદર, રઘુવીરસિંહ ઉર્ફે રઘુભા વાઘેલા, રાજુભા જોરૂભા વાઘેલા, રહે. ગળપાદર, ગાંધીધામવાળા તમામને ગુના કામે પકડાય જતા તેમની ઓળખ પરેડ થતા આ કામે રેણુબેને ઓળખી બતાવેલ અને તમામ આરોપીઓ વિરૂધ્ધ પુરતા પુરાવા હોતા ચાર્જશીટ કરવામાં આવેલ અને કેશ સેશન્સ કોર્ટમાં કમિટ થયે સે.કે.નં.૭૬/૦૮ થી કેશ ચાલેલ જેમાં દસ્તાવેજી આધારો ૩૮ તેમજ સાહેદો ર૯ સરકાર તરફે તપાસવામાં આવેલ અને તે રીતે કેસ ચાલી જતા કેશને લગતી તમામ રજુઆતોને માન્ય રાખી નામદાર એડી.સેશન્સ જજ ડી.આર.ભટ્ટ સાહેબની કોર્ટએ તમામ આરોપીઓને ગુના કામે તકક્ષીરવાન ઠેરવી આઈ.પી.સી.ની કલમ ૩૦૭માં સાત વર્ષની સખ્ત કેદની સજા અને પ૦૦૦નો દંડ, આઈ.પી.સીની કલમ ૩ર૬માં સાત વર્ષની સખ્ત કેદની સજા અને પ૦૦૦ નો દંડ, આઈ.પી.સીની કલમ ૩રપમાં ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને પ૦૦૦ નો દંડ, આઈ.પી.સી.ની કલમ ૩ર૪માં ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને પ૦૦૦ નો દંડ, આઈ.પી.સી.ની કલમ ૧૪૭માં ૧ માસની કેદની સજા અને પ૦૦ નો દંડ, આઈ.પી.સીની કલમ ૧૪૮માં બે માસની કેદની સજા અને ૧૦૦૦ નો દંડ ફટકારતી ગાંધીધામ એડી.સેશન્સ કોર્ટ. આ કામે સરકારી વકીલ કુમારી હિતેષીબેન પી. ગઢવી હાજર રહેલ હતા.