૧૦ બેઠકોમાં પ્રદેશ ભાજપ કચ્છનો કરશે સમાવેશ ?

વિધાનસભાની ચૂટંણીમાં ૧૮રમાંથી ૧૦ યુવાન ચહેરાઓને યુવા મોરચામાંથી બેઠક ફાળવવાનો નિર્ણય કર્યો છે ત્યારે છેવાડાના જિલ્લામાં પણ ચર્ચાનો જામ્યો દોર ઃ માંડવી બેઠક પર ભાજપ યુવા ચહેરાને મેદાનમાં ઉતારે તો નવી નવાઈ નહી કહેવાય

ગાંધીધામ : ગુજરાતમાં ચૂંટણીલક્ષી રાજકીય તૈયારીઓનો ધમધમાટ તેજ બની જવા પામી ગયો છે. ભાજપ-કોંગ્રેસ દ્વારા મુરતીયાઓ માટેના મંથન હાલતુરંત આદરવામાં આવી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા આ વખતે ઉમેદવાર પસંદગીની નીતનવી રણનીતીઓ અખ્ત્યાર કરવામા આવી રહી હોવાની વાત સામે આવી રહી છે. જા કે આગામી ૧પમી બાદ તબક્કાવાર આ બાબતે વીધીવત ખુલાસાઓ પણ થવા પામી જાય તો નવી નવાઈ નહી કહેવાય. પરંતુ હાલતુરંત તો ભાજપ દ્વારા જે નવા પ્રયોગો ચૂંટણી રણનીતીને લઈને કરવામા આવી રહ્યા હોવાનુ મનાય છે તેમાં આ વખતે પાટીદાર અનામત આંદોલન અને તેના ફેકટરને ભાજપ કેન્દ્રમાં રાખી રહ્યુ હોવાનુ મનાય છે. એક વાત તો એ જ સામે આવી છે કે પાટીદારની બેઠકો છે અને તેમાં બે વખતથી વધુ વાર ચૂંટણી લડી ચુકયા છે તેવા જુના ચહેરાઓને બાદબાકી કરવામા આવશે અને તેના સ્થાને ભાજપ દ્વારા યુવા મોરચામાંથી યુવાનોને તક આપવામા આવશે. જા આમ થાય તો શું પ્રદેશ ભાજપ કચ્છનો પણ આવી બેઠકોમાં સમાવેશ કરશે ખરો? તેવી ચર્ચાઓ પણ હાલના તબક્કે અહી મોટાપાયે શરૂ થઈ જવા પામી ગઈ હોવાનુ મનાય છે.
પ્રદેશ ભાજપ યુવા મારેચાના અધ્યક્ષ જયારે જીતુભાઈ વાઘાણી હતા તે સમયે જ તેઓએ પક્ષને સૂચન કરેલુ કે યુવાનોને પણ વિધાનસભાની ચૂંટણીઓમાં તક આપો. અને આ વખતે તેની અમલવારી થવા પામી રહી હોવાનુ મનાય છે જેમા ૧૦ જેટલી બેઠકો પર ભાજપ યુવા ચહેરા ઉતારી રહ્યા છે તેમાંય ખાસ કરીને જયા કદાવર કોંગ્રેસી નેતાઓ હોય ત્યા જ યુવાનોને મેદાનમા ઉતારવાનુ પત્તુ ભાજપ ખેલી રહ્યુ છે.
જા આવુ હોય તો કોંગ્રેસના કચ્છમાં તો કદાવર નેતા શકિતસિહ ગોહીલ જ કહી શકાય તેમ છે. અને તેઓએ હજુય પણ અવઢવભરી વાત જ ચૂંટણી લડવાના રીતે કરી રહ્યા છે. તેઓ અબડાસા, માંડવી-મુંદરા, ભરુચ અથવા તો ભાવનગર પશ્ચીમની બેઠક પરથી ચૂંટણીમાં ઝ્પલાવાવનુ કહે છે. અવામાં અબડાસામાં તો અહીના લોકો જ કોઈ મુરતીયો રીપીટ કરતા ન હોવાનો ઈતિહાસ રહ્યો છે માટે તેઓ અબડાસા નહી પરંતુ કચ્છમાથી માંડવી-મુંદરામાંથી જરૂર જંપલાવી શકે તેમ છે. આવામાં કચ્છ ભાજપના જ દિગ્ગજ મહીલા આગેવાન અને ધારાસભ્ય ખુદ ટીકીટમાં કપાઈ રહ્યા હોવાથી તેમના વારસદાર અને યુવા મોરચાના પ્રદેશકક્ષા સુધીના સક્રીય અને સંગઠનની પણ મોટી ફોજ ધરાવનારા યુવા નેતાને ટીકીટ લડાવવાની લોબીંગ કરી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપની ૧૦ બેઠકોમાં કચ્છને પણ કયાંક ને કયાંક તક મળી જાય તો નવી નવાઈ નહી કહેવાય.