૧૦મી જુનથી માછીમારી પર પ્રતિબંધ : જાહેરનામાના ભંગ બદલ રૂા.૧૦ હજારનો દંડ

નલીયા : આગામી તા.૧૦મી જુનથી દરિયામાં માછીમારી પ્રતિબંધિત કરવામાં આવેલ હોઈ ભંગ કરનારને રૂા.૧૦ હજારનો દંડ કરવામાં આવશે તેવી મત્સ્યોધોગ ખાતા દ્વારા જાહેરાત કરાઈ છે.
રાજ્યના મત્સ્યોધોગ કમિશ્નર દ્વારા આપવામાં આવેલી સુચના અન્વયે મદદનીશ મત્સ્યોધોગ નિયામક – ભુજની યાદીમાં જણાવાય મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ ઠરાવો અન્વયે આગામી તા.૧૦મી જુનથી ૧પ ઓગષ્ટ સુધી દરિયાકાંઠે માછીમારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.જેના ભંગ બદલ રૂા.૧૦ હજારનો દંડ સાથેના કડક પગલા ભરવામાં આવશે.આ પ્રતીબંધમાંથી નાની મોટર વગરની એકલકડી હોડી, સઢવાળી હોડી અને પગડીયા માછીમારોને મુક્તિ આપવામાં આવેલ છે.
ચોમાસાની સિઝન દરમ્યાન દરિયો રફ હોય છે અને માછલીઓનો બ્રીડીંગ સમય પણ હોય છે જેથી માછીમારોની સલામતી માટે આ પ્રતિબંધાત્મક સુચનાઓનો કડક અમલ કરાવવા માટે માછીમાર એશો. તથા અન્ય સુરક્ષા એજન્સીઓને પણ આ પ્રતીબંધના સમયગાળા દરમ્યાન નિયમનો અમલ કરાવવા અર્થે જાણ કરાવમાં આવી છે.