લોકોના મનમાં ઘર કરી ગયેલી નકારાત્મકતા દૂર કરવા પ્રાણાયામ અને યોગના નિશુલ્ક ઓનલાઇન વર્ગોનું નૂતન અભિગમ

હાલમાં વધી રહેલા કોરોનાના કેસ અને મૃત્યુદર ને પગલે લોકોમાં તણાવ, ડર અને નકારાત્મકતા જોવા મળી રહી છે તથા હોમ કોરનટાઇન દર્દીઓ અને પોસ્ટ કોવિડ દર્દીઓ મા પણ તણાવનું ઊંચું પ્રમાણ જોવા મળી રહ્યું છે. જે અન્વયે અનેક લોકો અને સંસ્થાઓ લોકોમાં હકારાત્મક્તા તેમજ નિર્ભયતાનો સંચાર કરવા અથાગ પ્રયાસો કરી રહ્યા છે.આવી જ એક પહેલ કરી છે કચ્છ યોગ ટીમ દ્વારા કે,જેમના દ્વારા કોરોનાના દર્દીઓમાં ડર તેમજ નકારાત્મક્તા દૂર કરવા માટે  મુદિતા યોગ ટીમ ,(રાજકોટ ,કચ્છ)દ્વારા પોઝિટિવ વાઈબ્સ  અને યોગ માટે ઓનલાઇન વર્ગો શરૂ કરવામાં આવેલ છે તથા વધારે થી વધારે સંખ્યામાં લોકો જોડાઈ શકે તે માટે પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ અંગે વધું વિગત આપતા મુદિતા યોગ ટીમ ના કચ્છના કો-ઓર્ડીનેટર  શ્રી વિજયભાઈ શેઠ(સુખડિયા) જણાવે છે કે, કોવિડ થી પ્રભાવિત લોકો ફરી એક વખત સામાન્ય જીવન શરૂ કરી શકે તે માટે ડોક્ટર ગૌરાંગ વ્યાસ(રાજકોટ) અને મુદિતા યોગ ટીમના સાધકો દ્વારા આયુષ મંત્રાલય ના પ્રોટોકોલ મુજબ નિશુલ્ક ઓનલાઈન યોગ કક્ષા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હકારાત્મક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. સમગ્ર દિવસ પ્રાણાયામ આસન દ્વારા હોમ કોરન્ટાઈન દર્દીઓને તથા પોસ્ટ કોવીડ દર્દીઓને હકારાત્મક ઊર્જા આપવામાં આવે છે.આ યોગ અભ્યાસ થી લોકોની  રોગ પ્રતિકારક શક્તિ વધે છે તથા ઓક્સિજન લેવલમાં પણ સુધારો આવે છે. આ વર્ગોમાં યોગની તાલીમ પ્રશિક્ષિત યોગ શિક્ષકો દ્વારા યોગ અભ્યાસ તેમજ  માર્ગદર્શન આપવામાં આવે છે.આ યોગ વર્ગ નિશુલ્ક છે જેમાં આયુષ્ય મંત્રાલયના પ્રોટોકોલ મુજબ યોગ અભ્યાસ કરાવવામાં આવે છે. આ યોગ અભ્યાસમાં જોડાવા માંગતા હોય તેમણે યોગ કોચ વિજયકુમાર શેઠ(મો:૯૦૯૯૮૮૧૧૫૫) અથવા ડોક્ટર ગૌરાંગ વ્યાસ(૯૪૨૬૩૮૫૮૬૪) નો સંપર્ક કરવાનો રહેશે તથા આ યોગ વર્ગનો સમય એક-એક કલાક મુજબ સવારે ૬ થી ૧૧ તથા સાંજે ૩ થી ૭  નો સમય રાખવામાં આવેલ છે . આ ઉપરાંત પોઝીટીવ  વાઇબ્સ નામની ઓનલાઇન ઇવેન્ટ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાર્થના,ભગવદ્ ગીતાના શ્લોક,પોઝિટિવ પછી નેગેટિવ થયેલા દર્દીઓની પ્રેરણાત્મક વાતો અને અન્ય હકારાત્મક કિસ્સાઓ વર્ણવવા માં આવશે. મુદિતા યોગ ટીમ નાં ભુજના કો ઓર્ડીનેટર શ્રી વિજયકુમાર શેઠ (સુખડિયા),કચ્છના આરોગ્ય અધિકારીશ્રી પ્રેમકુમાર કન્નર સાહેબ તથા આર્યુવેદિક અધિકારી શ્રી પવન કુમાર મકરાણી સાહેબ દ્વારા ભુજ તેમજ કચ્છના લોકો તેમજ કોરોના થી પ્રભાવિત લોકોને આ નિશુલ્ક આયુષ મંત્રાલય દ્વારા આપેલ પ્રોટોકોલ મુજબ ના યોગ અભ્યાસ માં જોડાવા ની અપીલ કરવામાં આવી છે.