હોટેલ-રેસ્ટોરન્ટમાંથી સર્વિસ ચાર્જને હટાવવા હિલચાલ

નવી દિૃલ્હી : હોટલ અને રેસ્ટોરન્ટથી સર્વિસ ચાર્જ ખતમ કરવા માટે સરકાર ટૂંક સમયમાં જ આદૃશ જારી કરી શકે છે. સર્વિસ ટેક્સ ખતમ કરવા સાથે સંબંધિત પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહૃો છે. સર્વિસ ચાર્જને લઇને સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, હોટલ અને રેસ્ટોરન્ટ જેવી જગ્યા પર ગ્રાહકોને પુછ્યા વગર સર્વિસ ચાર્જ વસુલ કરવામાં આવશે નહીં. સરકારે પોતાના જુના આદૃશમાં કહૃું હતું કે, આ ગ્રાહક ઉપર આધારિત રહેશે કે તે સર્વિસ ચાર્જ ચુકવશે કે પછી ઇન્કાર કરશે. સરકારની માર્ગદૃર્શિકા છતાં આશરે ૩૦થી ૪૦ ટકા હોટલ અને રેસ્ટોરન્ટ ગ્રાહકો પાસેથી બળજબરીથી સર્વિસ ચાર્જ વસુલ કરવામાં આવે છે. પાંચથી ૧૦ ટકા સર્વિસ ચાર્જ તરીકે વસુલ કરવામાં આવે છે. સરકાર તરફથી કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની બાબત સપાટી ઉપર આવી છે.