હૈદરાબાદ મક્કા બ્લાસ્ટ કેસ : પાંચ આરોપીઓ મુકત જાહેર

સ્વામી અસીમાનંદ સહિતના તમામને રાહત

હૈરાદબા : વર્ષ ર૦૦૭માં થયેલા મક્કા મસ્જીદ બ્લાસ્ટ કેસમાં આજ રોજ ચુકાદો આવવા પામી ગયો છે. ગત સપ્તાહે આ કેસમાં સુનાવણી પૂર્ણ કરી લેવાઈ હતી અને આજ રોજ હુકમ પર પડતર રખાયો હતો. જે મામલે આજે નામદાર કોર્ટ દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે અને તેમાં સ્વામી અસીમાનંદ સહિત પાંચેય તમામ આરોપીઓને મુકત જાહેર કરી દેવામા આવ્યા છે.
નોધનીય છે કે આ બ્લાસ્ટ કેસમાં તે સમય નવ લોકોના મોત નિપજયા હતા અને પ૮થી વધુ ઘાયલા થયા હતા.