ગુજરાતમાં કોરોનાના 11,403 પોઝિટીવ કેસ, 117 લોકોને કાળમુખો કોરોના ભરખી ગયો

ભુજ : કચ્છમાં કોરોના મહામારી બેકાબૂ બની છે. પરિસ્થિતિ હાથમાંથી નીકળી રહી છે. મહામારીની કટોકટી વચ્ચે લોકોની ગંભીર બેદરાકારી અને તંત્રનું લશ્કર ક્યાં લડી રહ્યુ છે, તેની જ કોઈ ખબર નથી. પરિણામે કોરોનાના કેસ કુદકેને ભુસકે વધી રહ્યા છે. પોઝિટીવ કેસોનો આંક રોજ નવા વિક્રમો સર્જી રહ્યો છે. સામે રિકવરી રેટ ઓછો હોવાથી એક્ટિવ કેસોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે તો કચ્છમાં કોરોનાએ હદ વટાવી હોય તેમ શરૂઆતથી લઈને અત્યાર સુધીના જૂના તમામ રેકોર્ડ બ્રેક કરીને કોરોનાએ આજે કચ્છમાં 124 લોકોને સંક્રમિત કર્યા હતા. તો રાજ્યમાં 24 કલાકમાં નવા 11,403  કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે આ મહામારીએ ગુજરાતમાં 117 દર્દીઓને ભરખી ગઈ હતી.

કોરોના મહામારીના સંકાજામાં સપડાયેલા કચ્છમાં દિનપ્રતિદિન પોઝિટીવ કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. જિલ્લાના મોટેભાગના શહેરોમાં નાઈટ કર્ફ્યુ અમલી બન્યો છે. તો અનેક ગામડાઓમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન કરાયો છે. તેમ છતાં કોરોનાના કેસોમાં વૃદ્ધિ થઈ રહી છે. જિલ્લામાં અત્યાર સુધીના એક દિવસના સર્વાધિક 124 પોઝિટીવ કેસો સામે આવ્યા છે. તો સમગ્ર રાજ્યમાં આજે કોરોના રેકોર્ડ બ્રેક નવા 11,403 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા. કચ્છની જ વાત કરીએ તો જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પોઝિટીવ દર્દીઓનો આંક સતત ઉચકાઈ રહ્યો છે. ત્યારે આજે પણ એક કોરોનાની સદી પૂર્ણ થતા 124 કેસો સામે આવતા કોરોનાનો નવો રેકોર્ડ સર્જાયો છે. કચ્છમાં કુદકેને ભુસકે વધતા કોરોનાના કેસોને કારણે ભયનું લખલખું પ્રસરી ગયું છે. તો આજે પણ કચ્છમાં કોરોના પોઝિટીવ 34 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ અપાયુ હતુ. કચ્છમાં વધુ 124 પોઝિટીવ કેસ સામે આવતા જિલ્લામાં કુલ પોઝિટીવ કેસનો આંક 6073 થયો છે. જ્યારે જિલ્લા અત્યાર સુધી 5140 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. તો જિલ્લામાં હાલની સ્થિતિએ કોરોનાના 821 કેસો એક્ટિવ છે.