હેવી ગુડસ (એચ.જી.વી.) વાહન ચાલકો માટે પસંદગીના નંબર મેળવવા ઈ-ઓકશન અરજી કરવી

જિલ્લાના હેવી ગુડસ વાહન (એચ.જી.વી.) વાહન ચાલકો માટે પસંદગીના નંબર મેળવવા GJ-12-BY- 0001 TO 9999 ની સીરીઝમાં બાકી રહેલ સિલ્વર ગો૯ડન નંબર માટે રીઓકશનની ઓનલાઇન પ્રક્રિયા  અરજી કરવા માટે શરૂ કરવામાં આવેલ છે. જેથી બાકી રહેતા પસંદગીના નંબર મેળવવા માંગતા અરજદારો “સીલ્વર” તથા “ગોલ્ડન” નંબર માટે ઓનલાઇન અરજી કરી શકશે. ઉપરાંત GJ-12-BX સીરીઝમાં બાકી રહેતા “સીલ્વર” અને “ગોલ્ડન” નંબરમાં પણ પસંદગીના નંબર મેળવવા માંગતા વાહન માલિકોએ ઓકશનમા ભાગ લઇ શકશે. ઈ-ઓકશનમાં અરજી કરવાનો સમયગાળો તા.૨૯/૫/૨૦૨૧ થી તા.૪/૬/૨૦૨૧ અને ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.૫/૬/૨૦૨૧ થી ૬/૬/૨૦૨૧ના બપોરના ૨ વાગ્યા સુધી તેમજ ઈ-ઓકશનનું પરિણા તા.૬/૬/૨૦૨૧ના બપોરના ૩ વાગ્યા પછી રહેશે તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.