હેલ્થથી લઇને રેવેન્યુ સુધી કેન્દ્રને અનેક સુચન કરાયા

કિસાન ક્રેડિટ કાર્ડને રેગ્યુલર ક્રેડિટ કાર્ડમાં ફેરવવા તેમજ રાજ્યમાં ટ્રેજરી સિસ્ટમને ખતમ કરવા સહિતના સુચનો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જુદા જુદા મંત્રાલયના સચિવો પાસેથી હેલ્થથી લઇને રેવેન્યુ સુધીના અનેક મુદ્દા પર મહત્વપૂર્ણ સુચન મળી ગયા છે. મોદીને સિંગલ રેવેન્યુ ઓથોરિટી બનાવવા, ડાયગ્નોસ્ટિક્સ ટેસ્ટ માટે ઇ-હેલ્થ કાર્ડ, ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે ખેડિુત ક્રેડિટ કાર્ડને રેગ્યુલર ક્રેડિટ કાર્ડમાં ફેરવી નાંખવા, રાજ્યોમાં ટ્રેજરી સિસ્ટમને સમાપ્ત કરવા જેવા કેટલાક સુચન મળી ગયા છે. આ પ્રકારના આશરે ૪૦ સુચન મળી ગયા છે. આ પ્રકારના સુચનો તેમને મંત્રાલય અને જુદા જુદા વિભાગોના સંયુક્ત સચિવો અને વધારાના સચિવોની સાથે મળેલી બેઠકમાં આપવામાં આવ્યા હતા. મોદીને બેઠકમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા પૈકી કેટલાક પર પોતાના અભિપ્રાય પણ આપ્યા હતા. જેને સેક્રેટરીઝની સાથે વાતચીતના આધાર પર બનાવવામાં આવી રહેલા એક્શન પ્લાનમાં સામેલ કરવા મોકલી દેવામાં આવ્યા છે. કેબિનેટ સેક્રેટરી પીકે સિંહાએ તમામ મંત્રાલયને આ વિકલ્પ પર વિચારણા કરવા માટે કહ્યુ છે. એક સરકારી અધિકારીએ નામ જાહેર નહી કરવાની શરતે કહ્યુ છે કે સંબંધિત મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ આ સુચન પર વિચારણા કરીને જાઇ શકે છે કે તેઓ આ મુદ્દા પર કઇ રીતે કામ કરે છે. આ સમગ્ર પ્રક્રિયાને નિતી આયોગે હાથ ધરી છે. સાથે સાથે સુચન પર થનાર પ્રગતિ પર પણ નજરે રાખે છે.  મીટિગમાં ઇલેક્ટ્રોનિક મેન્યુફેકચરિગને વધારી દેવા, જે મામલામાં ક્વોલિટી પર ધ્યાન આપવાની જરૂર છે તેમાં પ્રાપ્તિ માટે એલવન સિસ્ટમને ખતમ કરવા અને સરકાર પર કાયદાકીય કેસના બોજને ઘટાડી દેવા માટે ઇન્ટીગ્રેટેડ લિગલ ડિવીઝન બનાવવા માટેના સુચન પણ મળ્યા છે. મોદીએ પોતે કેટલાક અન્ય સુચન પણ કર્યા હતા.