ગાંધીધામ : અરબ સાગરમાં ગત રોજ ઈજરાયેલના જહાજ પર મિસાઈલ હુમલો થવા પામ્યો હતો અને આ હુમલા પાછળ ઈરાનની સેનાનો હાથ હોવાનુ સામે આવવા પામ્યુ છે. દરમ્યાન જ હવે ઈજરાયેલના આ જહાજને મુંદરા બંદર પર લાંગરવામા આવ્યુ છે અને આજ રોજ અહી એજન્સીઓ દ્વારા છાનીબન હાથ ધરવામાં આવી રહી છે. જહાજમાં ઘણો બધો સામાન રહેલો હોવાનુ પ્રાથમિક રીતે બહાર આવવા પામ્યુ છે.