હું કોઈ માર્ગદર્શક મંડળમાં નથી : યશવંતસિન્હા

ગાંધીનગર ઃ નરેન્દ્ર મોદી સરકારની સામે જીએસટી અને નોટબંધી મુદે અવાજ ઉઠાવનારા ભાજપના જ દિગ્ગજ એવા યશવંતસિન્હા ગુજરાતના પ્રવાસે ત્રણ દીવસ માટે આવી ચૂકયા છે અને તેઓએ આજે નિવેદન આપતા કહ્યુ છે કે, હું કોઈ માર્ગદર્શક મંડળનો સભ્ય નથી. દરેક સરકાને સમસ્યાઓ પૂર્વ સરકાર વારસામાં આપતી જ હોય છે.