હું’ને મારો સિનિયર..વાળી ચાપલુસી નડી ગઈ..જિલ્લા સુકાનીને..! ભુજ પેટા ચૂંટણીની હારબાદ કચ્છ કોંગ્રેસમાં તર્કવિતર્કાે

મુસ્લીમ મતવાળા કમીટેડ વિસ્તારમાં કોંગ્રેસે હાર ખમીને વિધાનસભાભાં પણ ભાજપને માટે ઉજળા સંકેતોના આપી દીધા છે ચિહ્નો : રાજીનામુ ધરી દીધેલ ઉમેદવાર, પ્રચારમાં નીરસ ચહેરાઓ ઉતારવા, પ્રભાવશાળી નેતાઓની ગેરહાજરી સહીતની અણઆવડતથી હારેલી બેઠકના લીધે ભાજપને લઘુમતીઓ તેમની જ તરફેણમાં હોવાનો પણ આપી દીધો છે સધીયારો

 

કોંગ્રેસ માટે આ બેઠક હારવી એટલે પંજાના ગઢમાં ભાજપને સામે ચાલી રસ્તો બતાવી દાખલ કરવા લાલજાજમ બીછાવવા રૂપ ઘટના

 

ગાંધીધામ : ગુજરાતમાં કોંગ્રેસ આવે છે..પરંતુ કચ્છમાં તો તેનાથી ઉલ્ટી ગંગાનો તાલ થતો હોય તેવી રીતે નગરપાલિકાની એક પેટાચૂંટણી અને તેમાંય પણ કોંગ્રેસના જ કમીટેડ વોટબેંક ધરાવતા વીસ્તરામાં જ કારમી હારનો પછડાટ ખાવાનો વારો આવતા સામે આવી રહ્યો છે. ભુજમાં પેટાચૂંટણી હાલમાં યોજાઈ તેમાં ભાજપના ઉમેદવારોનો વિજય થવાની સાથે જ કચ્છ કોંગ્રેસમાં પણ આતંરીક રીતે તર્કવિતર્કાે સર્જાવવાપામી રહ્યા છે.
રાજકીયબેડામાં થતી ચર્ચાની વાત માંડીએ તો સૌ પ્રથમ તો કોંગ્રેસ ઉમેદવાર રીપીટ કર્યા તેના પાછળના ગણિત કોઈને ગળે ઉતરતા નથી? પોતાના વોર્ડમાં કામ થતા ન હોવાના કારણને આગળ ધરી અને જેમણે રાજીનામુ ધરી દીધુ હતુ એટલે કે પ્રજાએ એક વખત જેમને ચૂંટયા બાદ એ જ પ્રતિનિધીએ કામ ન કરાવીશકવાની અસમક્ષર્તા સ્વીકારી લીધી હોય અને તેમને જ પક્ષ ફરીથી પ્રજા પાસે મોકલે તો કેવી રીતે તે વિજયી થશે? પ્રજા કેવી રીતે તેનો કરશે સ્વીકાર? શું જાઈઅને પ્રજા તેમને મત આપશે? એટલે પ્રથમ તો હું અને મારો સિનીયરની ચાપલુસી ભરી નીતીમાં રાચ્યાપચ્યા રહેતા જિલ્લાના સુકાની ઉમેદવાર પસંદગીમાં ફેલ થઈ ગયા છે તેમ કહેવુ વધારે પડતુનહી કહેવાય. બીજીબાજુ પ્રચરાની વાત કરીએ તો ભાજપમાં તેઓના યુવા ટીમથી લઈ અને જિલ્લાકક્ષાના મોભીઓ મેદાનમાં ઉતરેલા હતા જયારે કોંગ્રેસમાં રાબેતામુજબના જ કહી શકાય અને આવદનો આપવામાં પબ્લીક એકત્રીત કરવામાં જે ચહેરાઓ હોય તેવા નિરસ ચહેરાઓ જ ઉતારવામા આવયા હોવાનુ મનાય છે. ભુજના જ સ્થાનિકના કોંગ્રેસના આગેવનો, પ્રભાવશાળી વ્યકિતઓ કે જેઓ પોતાના વ્યવસાયની ઓળખ થકી લોકો સાથે ટચમાં રહેતા હોય અને સનિષ્ઠ સીનીયર આગેવાનો હોય તેઓ કયાંય વિશેષ પ્રચારમાં ડોકાયા જ નહી?
આ તમામ સમીકરણોના તર્કવિતર્કની સાથે ભુજની પેટાચૂંટણીને એથીય વીશેષ રાજકીય પંડીતો તો આ સમગ્ર કોંગ્રેસની કમીટેડ મતવિસ્તારની બેઠક ગુમાવ્યા બાદ તેના પડઘા કે સંકેત વિધાનસાની ચૂંટણીઓમાં પણ જાવા મીળ શકે તેવા ગણિત માંડી રહ્યા છે. પક્ષના સુકાની અને રણનીતીકારોની અનઆવડત અને હુ તથા મારો સીનીયર(વાગડનો વેચાઉ માલ) સિવાય કોઈ નહીની નીતી-રીતીઆ થકી જ કોંગ્રેસને વધુ એક જનાધાર ગુમાવવાનો વારો આવ્યો છેઅ ને અહી પેટાચૂંટણીમાં હાર ખમવી પડી હોવાનુ મનાય છે. કહેવાય છે કે, કોંગ્રેસ માટે આ બેઠક હારવી એટલે કોંગ્રેસના ગઢમાં બીજેપીને રસ્તો બતાવી દાખલ કરવા જેવુ જ થઈ ગય છે.
કોંગ્રેસ માટે આ બેઠક હારવીએટલે કોંગ્રેસના ગઢમાં બીજેપીને રસ્તો બતાવી દાખલ કર્યા જેવુ થયુ છે. વિધાનસભાના ઈલેકશનમાં કોંગ્રેસને નુકસાન થઈ શકે છે તેવી ભીતી પણ જાવાઈ રહી છે. ભુજમાં વોર્ડ રમાં વધારે મતદારો લઘુમતી સમુદાયમાંથી હતા અને તેને હમેશા કોંગ્રેસ પોતા તરફી જ હોવાનું માનતી રહી છે. હાલમાં ભાજપ અહી પ્રવેશી ગયુ હોવાથી અગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ લઘુમતી મતદારો ભાજપની સાથે રહી જાય તો પણ નવી નવાઈ નહી કહેવાય. અને આવુ થવા માટે વોર્ડ રની ચૂંટણીમાં વાગડના વેચાઉ માલ જેવાઓના ઈશારે નીર્ણય લેનાર સુકાનીની અણઆવડત અને ભાજપને સામે ચાલીને રસ્તો બતાવી દીધો હોય તેમ કહેવુ પણ અસ્થાને નહી ગણાય.