હિંદુ-મુસ્લિમ રમનાર RSS હવે સરહદે જંગ લડવા જશે : જયરાજસિંહ પરમાર

નવી દિલ્હી : નેવુ વરસની પાકટ વયે પણ જીંદગીના મોહમાં ઝેડ પ્લસ સુરક્ષામાં લપાઈ રહેનાર ઇજીજી સુપ્રીમો મોહન ભાગવતે બિહારમાં સંઘના એક સમારોહમાં સંઘના સ્વયંસેવકો ભારતીય સેના કરતાં પણ વધુ તૈયાર અને પ્રશિક્ષિત હોવાના બણગાં ફુંક્યા. “ કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના “ ની જેમ ભાગવતે કહ્યું એ સંઘ સ્વયંસેવકો એ સાંભળી લીધું પણ સમગ્ર દેશ અચંબામાં પડી ગયો. ભારતીય સેનાને જે તૈયારી કરતાં કરતાં અતિ કઠીન તાલીમ પછી છ થી સાત મહીના લાગે એ તૈયારી કરતા સંઘને માત્ર ત્રણ દીવસ થાય એવી મોં માથા વગરની વાત કરી મોહન ભાગવતે ભારતીય સેના ને સંઘ કરતા ઉતરતી હોવાનો પરોક્ષ આરોપ કર્યો છે. નરેન્દ્ર મોદીની તથાકથિત રાષ્ટ્રવાદી સરકારે આ માટે મોહન ભાગવત પર રાજદ્રોહ નો કેસ માંડવો જોઈએ.સંઘની શાખાઓમા શારીરિક પ્રશિક્ષણ ના નામે માત્ર લાઠી શીખવવામાં આવે છે જે પણ આજકાલ માત્ર પથસંચલનના નિદર્શન પુરતી મર્યાદિત છે. મોહન ભાગવતની આ સેના લાકડી લઈને પાકીસ્તાની તોપ ,ગોળીઓ અને બારૂદ નો સામનો કેવી રીતે કરશે તે સમજાતું નથી. જો મોહન ભાગવતને તેમના સ્વયંસેવકો પર એટલોજ ભરોસો હોય તો પોતાની સુરક્ષા સરકારી ખર્ચે કેમ કરાવી રહ્યા છે ? યુ.પી.એ. સરકારમાં ખાખી ચડ્ડી પહેરીને ખુલ્લેઆમ ફરી શકતા ભાગવતને મોદી સરકાર આવતાં જ અચાનક કેમ સુરક્ષાની જરૂર પડી? પોતાની વ્યક્તિગત સુરક્ષા માટે સ્વયંસેવકો પર ભરોસો નહીં મુકનાર મોહન ભાગવત દેશની સુરક્ષા માટે સંઘને સેના કરતાં ચઢિયાતું ગણાવી માનસિક દેવાળું ફુંકી રહ્યા છે.ભાગવત જે તૈયારી ની વાત કરી રહ્યા છે તે જ્યારે અંગ્રેજી હકૂમત સામે બતાવવાની હતી ત્યારે તો સંઘ હીંદુ-મુસ્લીમ રમતો હતો. આખોય દેશ અંગ્રેજો સામે સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે આ ભાગવતના વડવાઓ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો ની યોજના પર કામ કરી રહ્યા હતા. અને આજે સેનાને અપમાનિત કરી પોતાને સુપર પાવર સાબિત કરવામાં વ્યસ્ત છે.સંઘ ની સ્થાપના થી લઈને આજદીન સુધી ક્યારેય નાકની નસકોરી પણ ફુટી હોય તેવો બહાદુર નું નામ મોહન ભાગવત આપી શકે તેમ નથી. અનેક વાર અંગ્રેજોની માફી માંગી જેલની બહાર નીકળનાર સાવરકર ને વીર કહેનાર સંઘ પાકીસ્તાન ની સામુહિક માફી માંગવાની તૈયારી માં તો નથી ને? ભાગવતે સમજવું જોઈએ કે ચડ્ડી બુશકોટ પહેરી શાખામાં જવું અને સરહદ પર જવામાં ફરક છે. સંઘના વાંઢા વિલાસ કેન્દ્ર ના પ્રચારકો ની પાછળ કોઈ રડનારૂ નથી અને છતાં સરહદે લડવાની વાત તો છોડો આતંકવાદીઓ પર રહેમ નજર રાખનાર જમ્મુ કાશ્મીર સરકાર સામે હરફ ઉચ્ચારવાની હિંમત નથી.આતંકવાદીને ગોળીએ દેનાર સેનાના અધિકારી પર હત્યાનો કેસ થાય. આ જાંબાઝ અધિકારીના પિતાએ અદાલતના દરવાજા ખખડાવવા પડે તેવી નપુંસક સરકાર કાશ્મીરીમાં સ્થાપિત કરવામાં જે આરએસએસ ની ભુમિકા છે તે કયા મોંઢે રાષ્ટ્રહિત ની વાતો કરે છે તે સમજાતું નથી. આરએસએસ ના પ્રવક્તા અને ભાગવતના ખાસ ગણાતા રામ માધવ ને જમ્મુ કાશ્મીર નો હવાલો સોંપ્યા બાદ પીડીપી ના ખોળે જનાર ભાજપ કાશ્મીર માં ઘટનાર તમામ દેશ વિરોધી ઘટનાઓ માટે એટલું જ જવાબદાર છે જેટલા કે અલગાવવાદીઓ જવાબદાર છે.ચાર હજાર પથ્થરબાજો ને મુક્ત કરવાના કાશ્મીર સરકારના નિર્ણય બાદ મોહન ભાગવતનું સેનાના મનોબળ વિરૂધ્ધ નું આ નિવેદન ભારતીય સેના પર સંઘનો શાબ્દિક પથ્થરમારો છે.દેશનું સંવિધાન મંજૂરી આપે તો સંઘ તૈયાર છે એવા ભાગવતના નિવેદન પાછળ પણ એમની નપુંસકતા છતી થાય છે.સરહદે જવા માટે સંવિધાન ને ઢાલ બનાવનાર ભાગવતે હીંદુઓને ચાર સંતાન પેદા કરવા જોઈએ તેવુ કયા સંવિધાન મુજબ કહ્યું હતું?યોધ્યા પર હલ્લો કરવા શું સંવિધાન ની મંજૂરી માંગી હતી?લવ જેહાદ સંવિધાનના કયા અનુચ્છેદ અનુસાર કરો છો?મોત સામે દેખાય એટલે સંવિધાન ને ઢાલ બનાવવાની ચાલાકી એ સંઘના જુબાની શૌર્ય ની પોલ ખોલી નાખી છે.મોહન ભાગવત સરહદે તો તમે જતાં જશો એક વાર પીએમઓ સુધી જઈ ને માત્ર એટલું કહેવાની હિંમત કરો કે આતંકવાદી ને ભાઈ ગણાવનાર,ેનાને અપરાધી ગણનાર પીડીપી સાથે મોદીજી છેડો ફાડો. આટલું જ કરો તો પણ તમારી મર્દાનગી પર થી અમારો સંદેહ દૂર થઈ જશે. દેશના સિપાહીઓ કરતા વેપારીઓ ને સાહસિક ગણતાં નરેન્દ્ર ભાઈ કરતા તમે એક વેંત ઉપર જઈને લોકોની નજરમાં થી ઉતરી ગયા.સંઘની શાખામાં “ નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ “ ની સંઘ પ્રાર્થના ગાનારાઓને દેશનો રાષ્ટ્ર ધ્વજ હાથમાં પકડતાં પચાસ વરસ થયાં અને આજે “ માં ભોમ “ માટે રાષ્ટ્રધ્વજ માં લપેટાઈ બલિદાન આપનાર સૈનિકો ને અપમાનિત કરવા નીકળેલા સંઘને ઓળખી લેવાની જરૂર છે. “ જનની જન્મ ભુમી સ્વર્ગ સે મહાન હૈ ઈસકે વાસ્તે યે તન હૈ મન હૈ પ્રાણ હૈ “ નુ સંઘગાન અમલમાં આવે ત્યારે ખરૂ, બાકી લાકડી લઈ ગલીના કૂતરા હાંકવાની તૈયારી પર દમ ભરતા ભાગવતે આયના માં જોવાની જરૂર છે.