હિંદુઓ એક સાથે આવશે ત્યારે જ થશે પ્રગતિ

શિકાગોમાં વિશ્વ હિંદુ કોંગ્રેસમાં મોહન ભાગવત

 

શિકાગોઃ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું, “હિંદુઓ ક્યારેય સાથે નથી થતા. તેમનું એકસાથે ભેગા થવું મુશ્કેલ છે. હિંદુ હજારો વર્ષોથી પ્રતાડિત થઇ રહ્યા છે, કારણકે તેઓ પોતાના મૂળ સિદ્ધાંતોનું પાલન કરવાનું અને આધ્યાત્મિકતાને ભૂલી ગયા છે. આપણે સાથે થવું પડશે. હિંદુ સમાજ ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે તે સમાજના રૂપમાં કામ કરશે.” તેમણે કહ્યું કે હિંદુ કોઇનો વિરોધ કરવા માટે નથી જીવતા, પરંતુ કેટલાક લોકો પણ હોઇ શકે છે, જેઓ હિંદુઓનો વિરોધ કરે છે.
શિકાગોમાં સ્વામી વિવેકાનંદના ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ આપવામાં આવેલા ચર્ચિત ભાષણને ૧૨૫ વર્ષ પૂરાં થવા પર વિશ્વ હિંદુ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભાગવતે કહ્યું કે હિંદુ સમાજમાં પ્રતિભાશાળી લોકોની સંખ્યા વધારે છે. આ કાર્યક્રમમાં મોદી સરકારમાં નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ
પાનગઢિયા પણ હાજર રહ્યા.
ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂ, અભિનેતા અનુપમ ખેર, આરએસએસના સહ સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે, ઇન્ફોસિસના પૂર્વ ડાયરેક્ટર ટીવી મોહનદાસ
પાઈ, બૌદ્ધ ધર્મગુરૂ દલાઈ લામા પણ ઉપસ્થિત હતા.