હા મે દાઉદ સાથે ચા પીધી છે-૩૦હજારમાં એવોર્ડ પણ ખરીદ્યો

મુંબઈ : આજે પીઢ અભિનેતા ઋષિ કપુરનો જન્મ દિવસ છે. ઋષિ કપુર એવો અભિનેતા છે જે ફિલ્મો ઉપરાંત પોતાના વિવાદીત નિવેદનો અંગે પણ ભારે ચર્ચામાં છે. આજે પોતાનો ૬૫મો જન્મદિવસ ઉજવી રહેલા આ અભિનેતાએ  પોતાની આત્મકથા ‘ખુલ્લમ ખુલ્લા ઋષિ કપુર અનસેન્સર્ડ’ આ વર્ષના જાન્યુઆરીમાં બહાર આવી હતી. જેમાં ઋષિ કપુરે અનેક ખુલાસાઓ કર્યા છે. જેમા તેણે એવુ કહ્યુ હતુ કે મેં દાઉદ ઈબ્રાહીમ સાથે ચા પીધી છે. એટલુ જ નહિં આત્મકથામાં એવો સ્વીકાર પણ કર્યો છે કે મેં એક એવોર્ડ ખરીદયો હતો.ઋષિ કપુરે મેરા નામ જોકરથી બાળ કલાકાર સ્વરૂપે પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી. આ ફિલ્મ માટે તેને ડેબ્યુ ચાઈલ્ડ અભિનેતાનો નેશનલ એવોર્ડ મળ્યો હતો,  પરંતુ હિરો તરીકે તેમની પ્રથમ ફિલ્મ બોબી હતી. જે માટે તેને ફિલ્મફેરથી બેસ્ટ એકટરનો એવોર્ડ મળ્યો હતો.એવોર્ડને લઈને અનેક પ્રકારની વાતો થતી હોય છે. કેટલાક લોકોના મતે એવોર્ડ વેચાતા હોય છે. એવામા ઋષિ કપુરનું નિવેદન પણ મહત્વનુ છે. તે કહે છે કે હા મેં બેસ્ટ એકટરનો એવોર્ડ ખરીદયો છે અને તેથી અમિતાભ બચ્ચન નારાજ છે. ઋષિ કપુરે કહ્યુ હતુ કે બોબી ફિલ્મ માટે બેસ્ટ એકટરનો એવોર્ડ ખરીદ્યો હતો અને તે પણ રૂ. ૩૦ હજારમાં. ઋષિ કપુર કહે છે કે અમિતાભ બચ્ચન એટલા માટે નારાજ હતા કે તેમને લાગ્યુ હતુ કે ઝંઝીર માટે તેઓ જીતશે.ઋષિ કપુરે પોતાના પુસ્તકમાં દાઉદ ઈબ્રાહીમ સાથે તેમની મુલાકાત પર લખ્યુ છે કે, ઝાકઝમાળે મને સારા લોકોની સાથે શંકાસ્પદ લોકો સાથે પણ મેળાપ કરાવ્યો. આમાથી એક હતો દાઉદ ઈબ્રાહીમ. ૧૯૮૮ની વાત છે. ઘટના ૧૯૯૩ના બોમ્બ ધડાકા પહેલાની છે અને એ વખતે હુ દાઉદને ભાગેડુ નહોતો ગણતો. ત્યાં સુધી તે મહારાષ્ટ્રના લોકોનો દુશ્મન પણ નહોતો. મને પણ આવુ લાગતુ હતું. દાઉદે મારૂ સ્વાગત કર્યુ હતુ અને કહ્યુ હતુ કે કોઈપણ ચીજની જરૂર હોય તો મને જણાવી દેજો. તેણે મને પોતાના ઘરે પણ બોલાવ્યો હતો. હુ આશ્ચર્યચકીત થઈ ગયો હતો.ઋષિ કપુર લખે છે કે, દાઉદ સફેદ રંગના શાનદાર ઈટાલીયન ડ્રેસમાં આવ્યો અને તેણે ભારે જોશથી અમારૂ સ્વાગત કર્યુ હતું. તેણે માફી માંગવાના અંદાજમાં કહ્યુ હતુ કે મે તમને ચા માટે એટલા માટે બોલાવ્યા છે કે હું દારૂ નથી પીતો. તેણે ઘણીચીજો અંગે વાત કરી હતી. પોતાની આપરાધીક ગતિવીધીઓ અંગે પણ જે માટે તેનો કોઈ પસ્તાવો નહોતો.