હાશ કચ્છમાં કોરોનાના વળતા પાણી આજે માત્ર 30 પોઝિટીવ કેસ

ભુજ : કચ્છમાં કોરોનાના કેસોમાં ઉતારચડાવ સાથે હવે પોઝિટીવ કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ગત સપ્તાહથી 50ની આસપાસ પહોચેલા કેસો હવે ઉત્તરોતર ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં પણ 15 હાજરને પાર થયેલો પોઝિટીવ કેસનો આંક ઘટીને 1500ની આસપાસ આવી ગયો છે. કચ્છમાં ગઈકાલે 36 કેસ નંધાયા બાદ આજે ઘટાડા સાતે માત્ર 30 પોઝિટીવ કેસ નોંધાયા છે. તો રાજ્યમાં આજે કોરોનાના કેસો ઘટીને 1 હજાર 681 નોંધાયા હતા. તેમજ 4 હજાર 721 દર્દીઓ સાજા થયા છે. કચ્છમાં આજે 30 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત બન્યા છે. તો 178 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ હોવાનું રાજ્ય સરકારની યાદી જણાવાયુ હતુ. રાજ્યમાં હવે કોરોનાની બીજી લહેર પૂર્ણતાને આરે છે. તેથી સૌએ હાશકારો અનુભવ્યો છે.