હાશ ! આજે કચ્છમાં ૧૭૭ કેસ નોંધાયા

ભુજ : જિલ્લામાં ત્રણ દિવસ સુધી કોરોનાના કેસો ઘટ્યા બાદ ગઈકાલે સર્વાધિક ર૩૪ કેસો નોંધાયા હતા, જેમાં મોટી રાહત મળી છે. આજે કચ્છમાં કોરોનાના કેસો બેવડી સદીથી ઘટીને ૧૭૭ જેટલા નોંધાયા છે. સંક્રમણના વ્યાપમાં ઘટાડો થઈ રહ્યો છે. તંત્રની મહેનત હવે રંગ લાવી રહી છે. રાજ્ય સરકારની યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે રાજ્યમાં ૧૪,૩પર કેસ નોંધાયા છે તેમજ ૭૮૦૩ દર્દીઓ સાજા થયા છે, જેમાં કચ્છમાં ૧૭૭ વ્યક્તિઓને બીમારીનો ચેપ લાગ્યો છે. જ્યારે રાજ્યની યાદીમાં ૧ર લોકો મોતને ભેટ્યા હોવાનું દર્શાવાયું છે. આજરોજ ૪૮ લોકો સ્વસ્થ થતા રજા પણ અપાઈ હતી. બીજી તરફ ૬૩૧૪ લોકોએ રસી મૂકાવી હોવાનું જણાવાયું છે. જિલ્લામાં જે રીતે તંત્ર દ્વારા સૂચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે તે જાેતા હવે કેસો ઘટશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.